By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મધ્યમવર્ગને પડ્યા પર પાટુ: પેટ્રોલ-ડીઝલ, ગેસ બાદ શાકભાજીના ભાવ આસમાને
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મધ્યમવર્ગને પડ્યા પર પાટુ: પેટ્રોલ-ડીઝલ, ગેસ બાદ શાકભાજીના ભાવ આસમાને
GeneralNational

મધ્યમવર્ગને પડ્યા પર પાટુ: પેટ્રોલ-ડીઝલ, ગેસ બાદ શાકભાજીના ભાવ આસમાને

HM News
Last updated: 06/10/2021 6:34 AM
HM News
4 years ago
Share
SHARE

આજે ફરી એકવાર મધ્યમવર્ગને પડ્યા પર પાટુ માર્યા જેવી પરિસ્થિતિ ઉદ્દભવી છે.પેટ્રોલ-ડીઝલ,ગેસના ભાવમાં પણ સતત વધારો બાદ આજે ફરી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.શાકભાજીના સતત વધતા ભાવથી લોકોની થાળીમાંથી શાક ગુમ થઈ ગયું છે.બીજી બાજુ મોંઘવારીથી ગૃહિણીઓ મુંઝવણમાં મૂકાઈ છે.

દેશભરમાં મોંઘવારીએ માજા મૂકી છે.તેમાં હવે વરસાદના કારણે શાકભાજીના ભાવ પર ગંભીર અસર થઈ છે.પેટ્રોલ-ડીઝલ,ગેસના ભાવમાં પણ સતત વધારો ઝીંકવામાં આવી રહ્યો છે.શાકભાજીના ભાવમાં 10થી 15 ટકા સુધીનો ભાવ વધારો થઇ ચૂક્યો છે.ખેડૂતો પ્રમાણે માર્કેટમાં ઉત્પાદન ઓછું થઈ ગયુ છે.વરસાદના લીધે શાકભાજીનો પાક ઘટ્યો છે.એક બાજુ ઉત્પાદન ઓછું છે અને બીજી બાજુ માગ વધતા ભાવ વધારો નોંધાઈ રહ્યો છે.ખેડૂતો પ્રમાણે 80 ટકા ઉત્પાદન ઓછું થયુ છે.

શાકભાજીનો ભાવ આસમાને પહોંચવા પાછળ અન્ય કારણ પર જવાબદાર છે. વરસાદને કારણે શાકભાજીનો પાક બગડી જતા અને માલની આવક ઓછી થવાને કારણે ભાવ આસમાને પહોંચ્યા છે.શાકભાજીના ભાવમાં બેથી ત્રણ ગણો વધારો થયો છે. ગૃહિણીઓના બજેટ પર તેની સીધી અસર થઇ છે.શાકની ગુણવત્તા પણ સારી નથી અને ભાવ પણ વધારે હોવાને કારણે ગૃહિણીઓ પરેશાન છે.

હાલ શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે, જે નીચે મુજબ છે. 15 દિવસ પહેલાના અને અત્યારના ભાવ કેટલો ફર્ક છે જે આપણે જોઈ શકીએ છીએ.

પ્રતિ 20 કિલો મળનારા શાકભાજી (હોલસેલ)
ભીંડા 270 રૂ.થી વધીને 700 રૂ.
તુવેર પહેલા 800 રૂ. જે હવે વધીને 1300 રૂ. સુધી,
પાપડી 300 રૂ. થી વધીને 1000 રૂ. સુધી,
કરેલા 160 રૂ. થી લઈને 500 રૂ. સુધી,
ટામેટા 220 રૂ. થી લઈને 600 રૂ. સુધી,
ગુવાર 700 રૂ.થી લઈને 1 હજાર રૂ. સુધી,
વટાણા 1400 રૂ.થી વધીને 2400 સુધી,
જયારે રીંગણ 180 રૂ. થી વધીને હવે 900 રૂ. સુધી મળી રહે છે.
એક જ મહિનામાં શાકભાજીના ભાવમાં બે થી ત્રણ ગણો વધારો નોંધાયો છે.

કૃષિ કાયદાની કૉપી ફાડતાં કેજરીવાલે કહ્યું કે, “ભાજપવાળાઓને અફીણ ખવરાવી દેવામાં આવ્યું છે”
સુરતમાં 19 લાખના નકલી ઘીના જથ્થા સાથે બે ઝડપાયા
લો આ રહી ગુજરાતના નવા કેબિનેટ મંત્રીઓની ક્રાઈમ કુંડળી : મારામારી ,શાંતિભંગ અને ચેક બાઉન્સના નોંધ્યા છે ગુના !
દિકરી ભણે તો બે ઘર તારે.,છેલ્લા પાંચ વર્ષના આંકડાથી થઇ ગયું સાબિત !!
પ્રથમ વખત વિશ્વમાં વિસ્થાપિતોની સંખ્યા 10 કરોડને વટાવી ગઈ: યુએન
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ PR ઉપાધ્યાય સહિત ૧૫ જજોની બદલી
Next Article આજે પિતૃ અમવસ્યા જાણો આ દિવસનું શું છે મહત્વ..!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up