હવામાન વિભાગ દ્વારા હજી આગામી પાંચ દિવસ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આગાહી પ્રમાણે,સૌરાષ્ટ્રમાં પોરબંદર,ભાવનગર અને જૂનાગઢ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.હાલમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે.એવામાં હવામાન વિભાગ દ્વારા હજી આગામી પાંચ દિવસ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે,સૌરાષ્ટ્રમાં પોરબંદર,ભાવનગર અને જૂનાગઢ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.મધ્ય ગુજરાતની વાત કરીએ તો છોટાઉદેપુર,આણંદ અને વડોદરામાં સાંબેલાધાર વરસાદ પડી શકે છે.રવિવારે અમદાવાદ વરસાદથી પાણી પાણી થઈ ગયુ હતું.આ સાથે સુરતમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.આગામી ત્રણ કલાકમાં હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.કેટલાક વિસ્તારોમાં 15 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે.બોડેલી,ક્વાંટ,જેતપુરપાવી,છેટાઉદેપુર જાંબુઘોડામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ છે.
તો બીજી બાજુ ઘોઘંબા,ડોલવણ,સાગબારા,સંખેડા,દેડિયાપાડા,વાંસદા,નડિયાદમાં પણ 10 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.રાજ્યમાં સિઝનનો કુલ 12 ઈંચ વરસાદ નોંધાયો છે.મધ્ય ગુજરાતમાં 9.53 ઈંચ અને સૌરાષ્ટ્રમાં 11.12 ઈંચ વરસાદ નોંધાયો છે.અત્યાર સુધીમાં કચ્છમાં 11.75 ઈંચ,ઉત્તર ગુજરાતમાં 5.78 અને દક્ષિણ ગુજરાતમાં 24.28 ઈંચ વરસાદ ખાબક્યો છે.ખાબક્યો છે.


