– મુખ્યમંત્રીને બદલાવવાની વાતો ઇરાદાપૂર્વક ઉડાડવામાં આવીઃ ચોકકસ દિશામાંથી દોરી સંચાર થયાની બહાર આવતી વિગતો
કેટલીક વેબ સાઇટો અને સોશ્યલ મિડીયામાં કેન્દ્રીય કેબીનેટ મંત્રી અને ગુજરાતના સીનીયર ભાજપ અગ્રણી મનસુખભાઇ માંડવીયાને દિલ્હી હાઇકમાન્ડે બોલાવ્યાની અને ગુજરાતનું શાસન બદલાઇ રહયાની વાતો વાયરલ કરી હોબાળો મચાવ્યો છે.દરમિયાન મનસુખભાઇની ખુબ જ નજીકના વર્તુળોએ જણાવ્યું છે કે મનસુખભાઇ છેલ્લા ૨૦ દિવસથી દરરોજ ૪ વખત હાઇકમાન્ડને મળે છે.કોરોના સહિતની બાબતો ચર્ચવા-ત્યારે તેમનું તેડુ મોકલાયું અને ગુજરાતનું શાસન બદલાયું છે.તેવી વાતો ચોકકસ તત્વો તરફથી ઇરાદા પૂર્વક વ્હેતી કરાયાનું અને માત્ર ગપગોળા હોવાનું,ગુજરાતમાં અસ્થિરતા સર્જવા મથતા તત્વોનો દોરી સંચાર હોવાનું જણાવેલ છે.ધીરજ અને દ્રઢતાથી ગુજરાતમાં કોરોનાને અટકાવવા અનેક પગલા લઇ રહયા છે.ત્યારે તેમને અસ્થિર કરવાની કોઇ વાત નથી.


