મુંબઇ : કથિત ઠગ સુકેશ ચંદ્રશેખરને સંડોવતા મની લોન્ડરિંગની તપાસ સંબંધે અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસ સતત બીજા દિવસે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર રહી હતી.નવી દિલ્હીની એજન્સીની ઓફિસમાં બુધવારે આઠ કલાક સુધી અભિનેત્રીની પૂછપરછ થઇ હતી.પીએમએલએ એકટ હેઠળ એકથી વધુ વાર જેક્લીનના નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યા હતા.
ગુરુવારે પણ એજન્સીએ પૂછપરછ ચાલુ રાખી હતી.જેક્લીનને આ અગાઉ પણ બે વાર એજન્સીએ પૂછપરછ કરવા બોલાવી હતી.એ વખતે ચંદ્રશેખરની આમને સામને પણ તેને કરવામાં આવી હતી,એજન્સીને શંકા છે કે ચંદ્રશેખરે ઠગાઇ મારફત રળેલી રકમની જેક્લીન લાભાર્થી છે.અભિનેત્રીની એક સહયોગીની પણ પૂછપરછ થઇ હતી.અભિનેત્રીના પ્રવક્તાએ અગાઉ જણાવ્યું હતું કે જેક્લીનની પૂછપરછ સાક્ષીદાર તરીકે કરવામાં આવી રહી છે.
Post Views: 4