નવી દિલ્હી, તા.29 : મની લોન્ડ્રિંગ કેસમાં હવે શિવસેનાના સાંસદ ભાવના ગવલીને ઇડીએ તેડુ પાઠવ્યું છે. મળતી માહિતી મુજબ ઇડીએ તેમને ચાર ઓકટોબરના રોજ પુછપરછ માટે દક્ષિણ મુંબઇ ખાતેના ઇડીના કાર્યાલયમાં બોલાવ્યા છે.
આ પૂર્વે ઇડીએ ભાવના ગવલીનાં નજીકના સઇદ ખાનની પણ મંગળવારે મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરી છે.ધરપકડ બાદ તેમને પીએમએસઇ કોર્ટમાં રજૂ કર્યા બાદ સઇદ ખાનને એક ઓકટોબર સુધી ઇડીની હિરાસતમાં મોકલી દેવાયા છે.સઇદ ખાન પર કરોડો રૂપિયાની હેરાફેરીનો કેસ નોંધાયેલો છે.
ઇડીને શંકા છે કે 18 કરોડ રૂા.ની હેરાફેરી માટે ગવલીએ સઇદ ખાન દ્વારા જ એક ટ્રસ્ટ મહિલા ઉત્કર્ષ પ્રતિષ્ઠાનને એક પ્રાઇવેટ કંપનીમાં બદલાનું કાવતરૂ ઘડયું હતું.અને નાણાની હેરાફેરી કરી હતી.ઇડીએ કોર્ટમાં જણાવ્યું હતું કે હજુ સુધીમાં તપાસમાં સામે આવ્યું છે કે 18.18 કરોડની હેરાફેરીની સાથોસાથ સાત કરોડ રૂા.ની ચોરી પણ થઇ છે. ટ્રસ્ટના કાગળમાં નકલી સહી કરી પૈસાની હેરાફેરી થઇ છે.

