કૉલકત્તા : ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરની ૧૬૧મી જન્મ જયંતિએ પશ્ચિમ બંગાળમાં સાહિત્ય એકેડમીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીને એક નવો એવોર્ડ આપવા એલાન કર્યું હતું.એક સરકારી કાર્યક્રમમાં તેઓને આ એવોર્ડ આપવામાં આવવાનો હતો આથી ઘણા સાહિત્યકારો એકેડમીના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.રત્ના રાશિદ બંદોપાધ્યાયએ પોતાનો એવોર્ડ પરત મોકલી દીધો છે.
તેવી જ રીતે સાહિત્ય એકેડમી (પૂર્વ ક્ષેત્ર)ની જનરલ કાઉન્સિલના સભ્ય આનંદી રંજન બિશ્વાસે બંગાળી એડવાઇઝરી બોર્ડના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.આ એવોર્ડ ત્રણ વર્ષે એકવાર અપાય છે.આ એવોર્ડ મુખ્યત: તેવી વ્યક્તિઓને અપાય છે કે જેઓ સાહિત્ય ક્ષેત્ર સાથે સીધી રીતે જોડાયેલી ન હોવા છતાં સર્જન કરી રહી હોય છે.બંગાળના શિક્ષણમંત્રી બ્રન્ય બાસુએ સોમવારે જાહેર કર્યું હતું કે, મુખ્યમંત્રીની રચના કોબિતા વિનાન (કવિતાનું આકાશ) માટે આ એવોર્ડ આપવામાં આવશે. આ પછી સોશ્યલ મીડિયા ઉપર તેનો વિરોધ શરૂ થઈ ગયો.
રત્ના રાશિદને ૨૦૧૯માં આનંદ શંકર રે મેમોરિયલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે પશ્ચિમ બાંગ્લા એકેડમીને પત્ર લખી જણાવ્યું હતું કે તેઓ જલ્દીમાં જલ્દી મોમેન્ટો અને એવોર્ડ કાર્યાલયને પાછા મોકલી આપશે.તેઓએ લખ્યું હતું કે, મને જાણવા મળ્યું છે કે, પશ્ચિમ બંગાળ બાંગ્લા એકેડેમી મુખ્યમંત્રી મમતા બેનર્જીને એવોર્ડ આપવાની છે તેમ કરી એકેડેમી માત્ર નિંદનીય ઉદાહરણ સ્થાપિત કરી રહી છે.તે એવા લોકોની બેઇજ્જતી કરે છે કે જેઓએ પોતાનું જીવન સાહિત્યને સમર્પિત કર્યું છે.
જો કે, આનંદી રંજન બિશ્વાસે તેમના પત્રમાં મમતા બેનર્જીનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ તેમનો સંકેત તે તરફ હતો પ. બંગાળ એકેડમીના વડા શિક્ષણમંત્રી છે પુસ્કાર વિતરણ સમયે મમતા બેનર્જી મંચ ઉપર ઉપસ્થિત હતા પરંતુ તેમણે પોતે એવોર્ડ હાથોહાથ લીધો નહી તેથી બાસુએ તેઓ વતી તે સ્વીકાર્યો.ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જી સાંસ્કૃતિક મંત્રાલયના હેડ છે.