– પશ્ચિમ બંગાળના ભાજપના અધ્યક્ષના વિવાદીત નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો
કોલકાતા : પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષ તેના વિવાદાસ્પદ નિવેદનોને લઈ જાણીતા છે.હવે વધુ એક વખત મમતા બેનરજીના મુદ્દે દિલીપ ઘોષની જીભ લપસી છે.પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીના મુદ્દે વિવાદીત નિવેદન કરીને ઘોષ ફસાયા છે.તાજેતરમાં જ એક જાહેસભામાં દિલીપ ઘોષે મમતા બેનરજીને નંદીગ્રામમાં થયેલી ઈજાને લઈને કટાક્ષ કરતા કહ્યું કે તેમણે સાડીને બદલે બરમૂડો પહેરવો જોઈએ.આમ કરવાથી તેમના પગ વધુ સારી રીતે દેખાશે.
તૃણમૂલ કોંગ્રેસે પોતાના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે.આ વીડયોમાં દિલીપ ઘોષ ભાષણ આપતા જોવા મળે છે. દિલીપ ઘોષ કહી રહ્યા છે,પ્લાસ્ટર કપાઈ ગયું.ત્યારપછી પટ્ટી લગાવવામાં આવી છે.પગ ઉપાડીને બધાને બતાવી રહ્યા છે.સાડી પહેરી છે.એક પગ ખુલ્લો છે અને બીજો ઢાંકેલો છે.આવી રીતે સાડી પહેરીને અગાઉ કોઈને નથી જોયા.જો પગ બહાર જ રાખવો હોય તો સાડી શા માટે પહેરો છો બરમૂડો પહેરી શકો છો. જેથી પગ સરસ દેખાશે.
મહુઆએ કહ્યું- વાંદરાઓને લાગે છે બંગાળ જીતી જશે
ટીએમસીએ વળતો પ્રહાર કરતા દિલીપ ઘોષ પર નિશાન સાધ્યું હતું.ટીએમસીએ જણાવ્યું કે, એક મુખ્યમંત્રી માટે આ પ્રકારનું નિવેદન નિંદનીય છે.બંગાળ ભાજપના અધ્યક્ષ મહિલાઓનું સમ્માન નથી કરી રહ્યા.બંગાળની માતા-બહેનો મમતા બેનરજીના આ અપમાનનો યોગ્ય જવાબ આપશે.ટીએમસીના સાંસદ મહુઆ મોઈત્રાએ ટ્વીટ કરીને કહ્યું કે,પશ્ચિમ બંગાળના અધ્યક્ષે જાહેરસભામાં પૂછ્યું કે શા માટે મમતા દીદીએ સાડી પહેરી છે,પોતાના પગ વધુ સારી રીતે દેખાડવા બરમૂડો પહેરવો જોઈએ અને આ વાંદરાઓને લાગે છે કે તેઓ બંગાળ જીતી રહ્યા છે?