By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઉમરગામના બિલ્ડરનું બંદૂકની અણીએ અપહરણનો ભેદ ઉકેલાયો, વલસાડ પોલીસે સાત આરોપીઓને ઝડપ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ઉમરગામના બિલ્ડરનું બંદૂકની અણીએ અપહરણનો ભેદ ઉકેલાયો, વલસાડ પોલીસે સાત આરોપીઓને ઝડપ્યા
GeneralSouth Gujarat

ઉમરગામના બિલ્ડરનું બંદૂકની અણીએ અપહરણનો ભેદ ઉકેલાયો, વલસાડ પોલીસે સાત આરોપીઓને ઝડપ્યા

HM News
Last updated: 30/03/2021 9:20 AM
HM News
4 years ago
Share
SHARE

– વેપારીનું અપહરણ 22 માર્ચની રાત્રીએ અજાણ્યા શખ્સોએ બંદૂકની અણીએ કર્યું હતું
– પોલીસે ટેક્નિકલ એનાલિસિસ અને CCTV કેમેરાની મદદથી આરોપીઓનું પગેરું મેળવ્યુ

વલસાડ : વલસાડના ઉમરગામના બિલ્ડર જીતુ પટેલની ગત સોમવારે 22 માર્ચની રાત્રીએ અજાણ્યા શખ્સોએ બંદૂકની અણીએ અપહરણ કર્યું હતું.અપહરણની ઘટનાની જાણ ઉમરગામ પોલીસને થતા પોલીસે જિલ્લામાં નાકાબંધી ગોઠવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં પોલીસને સફળતા મળી છે.પોલીસે કુલ સાત આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના ઉમરગામના વેપારી જીતુ પટેલ તેમની કારમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા.જ્યારે બે સફેદ કલરની કારમાં આવેલા બોડી ગાર્ડે જીતુ પટેલના મોઢા ઉપર પંચ મારી તેમની જ કારમાં તેમનું અપહરણ કરી ગયા હતા. જીતુ પટેલની કારને થોડે દુર મૂકી અપહરણ કારો જીતુ પટેલનું અપહરણ કરી ગયા હતા. ઘટનાની જાણ ઉમરગામ પોલીસને થતા તાત્કાલિક જિલ્લામાં પોલીસને ઘટનાને લઈને એલર્ટ કરી દીધી હતી.જિલ્લામાં પોલીસે નાકાબંધી કરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉમરગામ ખાતે વલસાડ SP ડો.રાજદીપસિંહ ઝાલા,જિલ્લાના DySP સહિત LCB, SOG અને જિલ્લાની પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ 11 જેટલી ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.પોલીસ વિભાગે ટેક્નિકલ એનાલિસિસ અને CCTV કેમેરાની મદદ મેળવી આરોપીઓનું પગેરું મેળવવામાં મહત્વની સફળતા મળી હતી.જેના આધારે બતમીદારોની મદદ લઈને શંકાસ્પદ લોકોની પ્રાથમિક પૂછપરછ કરીને સમગ્ર રેકેટ ઝડપી પાડ્યું છે.જેના કુલ સાત આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે

અંબાલા-ચંદીગઢ હાઈવે પર યુનિવર્સિટી સામે 3 જીવતા હેન્ડ ગ્રેનેડ અને IED મળ્યા
ધુલિયાના દેવપુર ખાતેથી ગુમ બાળકી અને માતાને સુરત જિલ્લા એસઓજી પોલીસે શોધી કાઢ્યા
વલસાડ જિલ્લા ભાજપમાં ટિકિટ મુદ્દે જુના કાર્યકરોમાં ભારે આક્રોશ ,પક્ષ વિરૃદ્ધ જ ખોલશે મોર્ચો ?
જોધપૂરમાં ઈદની ઊજવણી વખતે બે જૂથો વચ્ચે પથ્થરમારા પછી કરફ્યૂ
જેક્લિન પછી નોરા ફ્તેહી દિલ્હી પોલીસ સમક્ષ હાજર : જુઓ વિડિઓ
Share This Article
Facebook Email Print
Previous Article મહારાષ્ટ્રના ગૃહમંત્રી પર લાગેલા 100 કરોડ વસૂલીના આરોપની અરજી પર આજે મુંબઈ હાઇકોર્ટમાં સુનાવણી
Next Article સુરતના કતારગામમાં કિન્નરોએ રાત્રિ કર્ફ્યૂમાં ચેકપોસ્ટ માથે લીધું, નગ્ન થઈ પોલીસ સાથે મારામારીનો વીડિયો વાઇરલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up