મરચાં-મસાલાના ભાવમાં ધરખમ વધારાથી ગૃહિણીઓને આંચકો

HM News
1 Min Read

મુંબઇ : અથાણા બનાવવાની સિઝનમાં મરચાં- મસાલાની કિંમતમાં ધરખમ વધારો થતા આમઆદમીએ આંચકો ખમવો પડયો છે.આખા વર્ષના મસાલા તૈયાર કરી લેવા ગૃહિણી તડામાર કરી રહી છે ત્યારે મસાલાની હોલસેલ કિંમતમાં ૨૦થી ૨૫ ટકા વધારો થયો છે.મસાલાના વેપારીઓના જણાવ્યા મુજબ ઇંધણના દરમાં વધારાને કારણે ટ્રાન્સ્પોર્ટેશનનો ખર્ચ વધતા મસાલાની કિંમત ઊંચે ગઇ છે. ઉપરાંત સિંગાપોર, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાંથી ધાણાં, જીરૃ, લવિંગ વગેરે આવે છે તેની કિંમત પણ વધી ગઇ છે.

છેલ્લાં પાંચ-છ મહિનાથી મસાલા તૈયાર કરવામાં વપરાતા જીરૃ, તજ, ધાણાં, હળદર, તમાલપત્રની આવક પણ ઘટી છે તેને લીધે પણ ભાવ ઊંચકાયા છે.મસાલા બજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે સારા દરજ્જાની હળદરમાં કિલોએ ૨૦થી ૩૦ રૃપિયા વધ્યા છે, એટલે અત્યારે ૧૪૦થી ૧૮૦ રૃપિયે વેંચાય છે.ગુંટુર મરચા કિલોએ ૨૦૦થી ૨૪૦ રૃપિયા વધી ગયા છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *