[weather_data]
Breaking News
TRENDING NEWS

મર્ડર મિસ્ટરી : સુશીલ રેસલીંગની દુનિયામાં ધાક જમાવવા માંગતો હતો?

[updated_date] [post_views]

Table of Content

નવી દિલ્હી તા.24 : પહેલવાન સાગર ધનખડ હત્યાકાંડમાં આંખ મીચામણા બાદ દિલ્હી પોલીસે આખરે હત્યાના આરોપી અને ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીતનાર રેસલર સુશિલકુમારની ધરપકડ કરી છે.રેસલીંગ જગતમાં પોતાની ધાક જમાવવા અને ભવિષ્યમાં કોઈ તેની સામે અવાજ ઉઠાવવાની હિંમત ન કરે તે માટે સુશિલકુમારે ખુદ તેના મિત્રો પાસેથી જ 4 મેના રોજ ઘટનાનો વિડીયો બનાવ્યો હતો.ધાક જમાવવા હત્યાના રવાડે ચડી ગયેલા સુશીલકુમારની ઈનસાઈડ સ્ટોરીમાં આવા અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

ધાક જમાવવા ઝઘડાનો વીડીયો તૈયાર કરેલો:

જાણવા મળતી વિગત મુજબ સુશીલકુમારે પોતાના દોસ્ત પ્રિન્સને વિડીયો બનાવવાનું કહ્યું હતું. વીડીયોમાં સુશીલકુમાર પૂર્વ જુનીયર નેશનલ ચેમ્પીયન સાગર ધનખડ અને તેના બે મિત્રો સોનુ અને અમીતકુમારની પીટાઈ કરતો નજરે પડે છે. પોલીસે જણાવ્યું હતું કે બાદમાં સાગર ધનખડનુ મોત નીપજયુ હતું અને સુશીલકુમાર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

ગર્લફ્રેન્ડનુ ચકકર અને વાઈફાઈ ડોંગલ:

બે અઠવાડીયાથી વધુ સખત ફરાર રહ્યા બાદ સાગર ધનખડની હત્યા બાદ મુખ્ય આરોપી પહેલવાન સુશીલકુમાર દિલ્હીનાં હરીનગરમાં પોતાની ગર્લફ્રેન્ડને મળવા આવ્યો હતો અને કેટલાંક કલાકો બાદ તેની ધરપકડ કરાઈ હતી.આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ સુશીલકુમારે ઘટનાના ચાર દિવસ બાદ પોતાનો મોબાઈલ ઋષિકેશમાં તોડીને ફેંકી દીધો હતો ત્યારબાદ તે સીમકાર્ડનો ઉપયોગ કરતો રહ્યો હતો.વાત કરવા માટે તે ઈન્ટરનેટ કોલ્સનો ઊપયોગ કરતો હતો.સુશીલકુમારે કનેકટીવીટી માટે એક ડોંગલ રાખ્યુ હતું.જેના વાઈફાઈથી તે પરિચિતોના સંપર્કમાં રહેતો હતો.દિલ્હી પોલીસે આ ડોંગલનાં નંબર પર ટ્રેકીંગ લગાવ્યુ તો સુશીલકુમારનાં લોકેશનમાં પતો મળેલો.આ સિવાય પોલીસની અનેક ટીમો પણ તેને ઓળખનારાઓ પર નજર રાખી રહી હતી.ગૂડગાંવમાં પોલીસથી બચી ગયા બાદ પણ સુશીલ પોતાની ગર્લફ્રેન્ડને મળવા દિલ્હી આવ્યો હતો.

સુશીલની ગર્લફ્રેન્ડ સાથે શનિવારે રાત્રે દિલ્હીનાં હરીનગરમાં મુલાકાત થઈ હતી.અહીથી સુશીલે એક સ્કુટી લીધી પણ રવિવારે વહેલી સવારે તેને ઠેકાણે લગાવી દીધી હતી.પોલીસના જણાવ્યા અનુસાર તે એક કારમાં સવાર થઈ ગયો હતો.દિલ્હી-હરીયાણા બોર્ડર પાસે મુંડકામાં કોઈ કોન્ટેકટ સાથે મળતા સમયે પોલીસે સુશિલકુમાર અને તેના સાથીને દબોચી લીધો હતો.

હત્યા માટે ફલેટ ભાડાનો વિવાદ જવાબદાર

નવી દિલ્હી: પહેલવાન ધનખડના રેસલર સુશીલકુમાર દ્વારા મર્ડરનાં કેસમાં ફલેટ ખાલી કરાવવાનો મામલો હોવાનું એક ઈન સાઈડ સ્ટોરીમાં બહાર આવ્યુ છે.સુશીલકૂમારની પત્નિના નામનો ફલેટ એક બ્રોકર દ્વારા જુનીયર નેશનલ પહેલવાન સાગર ધનખડને ભાડે આપ્યો હતો આ ફલેટમાં ધનખડ ઉપરાંત તેના બીજા સાથીઓ પણ રહેતા હતા.દરમ્યાન સુશીલને જાણકારી મળી કે તેના ફલેટમાં ફરાર બદમાશ કાલા ઝર્ટેડી સહીત તેના અનેક સાગરીતો પણ શરણ લેવા આવતા હતા.આથી સુશીલકુમારે ધનખડને ફલેટ ખાલી કરવાનું કહેલું.બાદમાં ફલેટ ખાલી પણ કરાવે.જયારે સુશીલે બે મહિનાનું બાકી ભાડુ માંગ્યુ તો તે ટાળતો રહ્યો અને આ મામલે સુનિલે તેના ત્રણ સાથીઓની મદદથી ધનખડનુ અપહરણ કરેલુ અને છત્રસાલ સ્ટેડીયમ પાસે લઈ જઈ પીટાઈ કરી હતી. બાદમાં હોસ્પીટલે ધનખડનુ મોત થયેલુ.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles