વલસાડના કપરાડામાં હુંડા ગામમાં સરપંચને મલાઈ ખાવી ભારે પડી છે.ગામના સરપંચ લાંચ લેતા ઝડપાતા ગ્રામજનોમાં અટકશો શરૂ થઈ હતી.મળતી માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મંજૂર થયેલ મકાનના વ્યવ્હાર પેટે સરપંચે આક શખ્સ પાસેથી 5000ની લાંચ માંગી હતી.જો કે ફરીયાદીએ અગાઉ એક હજાર તો આપી દીધા હતા,બાકીના ચાર હજાર બાકી હતી.ત્યારે આ મામલો એસીબી સમક્ષ પહોંચ્યો હતો.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના મંજૂર થયેલ મકાનના વ્યવહાર પેટે માગી હતી લાંચ
એસીબીએ સરપંચને રંગે હાથે ઝડપવા માટે છટકું ગોઠવ્યું હતું,જેવા સરપંચ રૂપિયા લેવા પહોંચ્યા ત્યાંજ એસીબીના અધિકારીઓએ ઝડપી લીધા હતા.કપરાડાના હુંડા ગામના સરપંચની ઓળખ સખારામ ભાઈ ગાંગોડે તરીકે થઈ છે.
સરપંચ હરી સખારામ ભાઈ ગાંગોડે રૂપિયા 4000 હજારની લાંચ લેતા ઝડપાયા
અગાઉ ફરિયાદી પાસેથી સરપંચે 1000 લઈ લીધા હતા,બાકીના 4000 લેતા એસીબીએ રંગે હાથ સરપંચને ઝડપી પાડ્યો હતો.લાંચિયો સરપંચ ઝડપાતા જિલ્લાના અન્ય સરપંચોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.