નવી દિલ્હી, તા. 19. માર્ચ. 2022 રવિવાર : દુનિયાની સૌથી રંગીન માછલીની શોધ થઈ છે.આ માછલી માલદીવના દરિયામાંથી મળી આવી છે.તેની પ્રજાતિને લઈને જે મૂંઝવણ હતી તે દુર થઈ ગઈ છે.ઈન્દ્રધનુષ જેવા રંગો
આ માછલી ઉંડા દરિયામાં કોરલ રિફ્સમાં રહે છે.સૌથી કલરફુલ હોવાથી આ માછલીને રેઈનબો ફિશ તરીકે પણ ઓળખાવવામાં આવી રહી છે.હાલમાં તેને રોઝ વિલ્ડ ફેરી રાસે નામ અપાયુ છે.આ માછલીની પ્રજાતિનુ નામ સિરહીલેબ્રસ ફિનિફેન્મા છે.
રોઝ વિલ્ડ ફેરી રાસેને બહુ લાંબા સમય સુધી રેડ વેલવેટ ફેરી નામની માછલીની સબંધી માનવામાં આવતી હતી પણ વૈજ્ઞાનિકોને હવે ખબર પડી છે કે,આ અલગ જ પ્રજાતિ છે.
રોઝ વિલ્ડ ફેરી રાસે પશ્ચિમી હિન્દ મહાસાગરમાં જોવો મળે છે.તે કોરલ રીફ્સમાં 100 થી 400 ફૂટ ઉંડાઈએ મળે છે.આમ તો સૌથી પહેલા તેની શોધ 1990માં થઈ હતી પણ તેને રેડ વેલવેટ ફેરી જ માનવામાં આવતી હતી.
જોકે વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે,રંગોના કારણે આ મૂંઝવણ ઉભી થઈ હતી.હવે ખબર પડી છે કે,માદા રોઝ વિલ્ડ ફેરી રાસેમાં લાલ,ગુલાબી અને ભૂરો રંગ વધારે હોય છે.જેના કારણે તે રેડ વેલવેટ ફેરીને મળતી આવી છે.જોકે નર માછલામાં વધારે નારંગી અને પીળો રંગ સામેલ છે.માછલીના પાછળના પંખા પણ રેડ વેલવેટ ફેરી કરતા લાંબા હોય છે.
બંને માછલીનો ડીએનએ ટેસ્ટ પણ કરાવાયો હતો અને તેના કારણે તે બંને અલગ પ્રજાતિ હોવાનુ સાબિત થયુ હતુ.
ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ સિડનીના સંશોધક યી કાઈનુ કહેવુ છે કે,બંને માછલીઓ અલગ પ્રજાતિની છે.બંનેમાં અલગ અલગ પ્રકારના લક્ષણો જોવા મળે છે.
માલદીવ મરીન રિસર્ચ ઈન્સ્ટિટિ્યુટના બાયોલોજિસ્ટ અહમદ નજીબના કહેવા પ્રમાણે માલદીવની આસપાસ દરિયામાં માછલીઓની 1100 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે.