કરાંચી,તા.૨૬
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી ઇંજમામ ઉલ હકએ સચિન તેંદુલકરના ખૂબ વખાણ જણાવ્યું કે માસ્ટર બ્લાસ્ટર જેવો કોઇ ખેલાડી આ દુનિયામાં નથી. ઇંજમામે તેના યૂ-ટયૂબ ચેનલ પર ૬ મિનિટનો વીડિયો શેર ક્યો છે જેમા તે સચિન અંગે વાત કરતો જોવા મળી રહ્યો છે. તેણે સચિનના ક્રિકેટની શરૂઆતથી લઇને રિટાયરમેન્ટ પર વાત કરી છે. સાથે તેણે કહ્યું કે તેણે તેંદુલકરથી એક ફરિયાદ છે.
ઇંજમામ ઉલ હકે સચિન અંગે વાત કરતા કહ્યું કે ૧૬ વર્ષની ઉંમરમાં સિચને ઇમરાન ખાન, વકાર યુનુસ, અને વસીમ અકરમ જેવા બોલરોને જે રીતે સામનો કર્યો તે દરેક લોકોના વશની વાત નથી. ઇંજમામે કહ્યું, જો મહાનથી પણ મોટો કોઇ શબ્દ છે તો તે હું સચિન માટે ઉપયોગ કરીશ. ૧૬ વર્ષની ઉંમરમાં તેણે ઇમરાન, વકાર અને અકરમ જેવા બોલરોનો સામનો કર્યોય મને નથી લાગતું કે કોઇ અન્ય એવું કરી શકશે. ડેબ્યુ સીરીજના એક મેમાં તે પેશાવરમાં બેટિંગ કરી રહ્યા હતા. તેણે મુશ્તાક અહમદના બોલ પર એક સિક્સ મારી. ત્યારે અબ્દુલ કાદિરે તેની પાસે ગયા અને કહ્યું બાળકને મારી રહ્યા છો મને મારીને બતાવો. ત્યારે મુશ્તાક પણ નાનો હતો. સચિન બોલ્યો કઇ નહીં. બીજી ઓવરમાં તેણે કાદિરને ચાર છક્કા માર્યા.
જોકે, વીડિયોના અંતમાં ઇંજમામે કહ્યું તેણે સચિનથી એક ફરિયાદ છે. સચિનના સાથી ખેલાડી રહેલા ઇંજમામે કહ્યું કે જે પ્રતિભા સચિનમાં હતી તે તેણે યુવાઓ સાથે શેર ન કરી. તે ક્રિકેટથી આ રીતે દૂર થયા કે તેણે તેના અનુભવ શેર ન કર્યા અને યુવાઓ સાથે પણ શેર ન ક્યા જો તે એવું કરશે તો તમામ ફેન્સની સાથે-સાથે મને પણ ખુશી થશે.
મહાનથી પણ મોટો કોઇ શબ્દ હોય તો તે સચિન માટે વાપરીશ : ઇંજમામ ઉલ હક
Leave a Comment