નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેવાડના ૧૩મા રાજવી મહારાણા પ્રતાપને તેઓની જન્મજ્યંતિ નિમિત્તે શ્રદ્ધાંજલી અર્પતાં કહ્યું હતું કે, ”તેઓ શક્તિ અને વીરતાના પ્રતીક સમાન હતા. તેઓની હિંમત અને સંઘર્ષે સદાએ ભારતવાસીઓને પ્રોત્સાહિત રાખ્યા છે.”ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલી અર્પતાં કહ્યું હતું કે, ”તેઓના પ્રદાને ભારતવાસીઓનાં હૃદયમાં પ્રાણ રેડયા છે.૧૮૬૧ માં જન્મેલા ગુરૂદેવ મહાન કવિ હતા, નાટયકાર હતા, સંગીતના બંદીશકાર પણ હતા, તત્વજ્ઞાની હતા અને નવલિકાકાર હતા.આ બહુમુખી પ્રતિમા ધરાવનારાને ૧૯૩૧ માં નોબેેલ સાહિત્ય (ગીતાંજલી) માટેનું નોએલ પારિતોષિક પણ આપવામાં આવ્યું હતું.હું ગુરૂદેવને તેમના વિચારો અને કાર્ય માટે પ્રણમું છું, જે આજ સુધી ભારતીયો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.તેઓએ આપણને આપણી સંસ્કૃતિ માટે ગર્વાન્વિત થતાં શીખવાડયું, શિક્ષણ ઉપર ભાર મુક્યો, સમાજને જાગૃત કર્યો.આપણે તેઓના દર્શનનું ભારત રચવું રહ્યું.”
પૂ. બાપુ જેઓને ગુરૂ માનતા હતા.તેવા ગોપાલકૃષ્ણ ગોખલેએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલું પ્રદાન અદ્વીપ છે.તેઓ લોકશાહી માટે પ્રતિબદ્ધ હતા, સમાજ-જાગૃતિ માટે પણ તેઓનું પ્રદાન અસામાન્ય બની રહ્યું છે.