સાપુતારા : વઘઇ સાપુતારા આંતરરાજ્ય ધોરીમાર્ગ ઉપર અવરનવર અકસ્માતોનો સિલસિલો યથાવત રહેતો હોય છે ત્યારે વઘઈ સાપુતારા રોડ પર બારખાંધ્યા ફાટક નજીક જીજે 03 BW 3672 નંબરની ખાનગી બસ ને અકસ્માત નડતાં અફરાતફરી મચી જવા પામી હતી
ખાનગી બસના ચાલકે ગફલતફરી હંકારતા ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દઈ બાઈક અને કાર ને અડફેટે લઈ બસ પલ્ટી ખાઈ જતા સ્થળ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો જોકે બસમાં સવાર કોઈ મુસાફર ન હોય મોટી જાનહાની ટળી હતી અકસ્માતના બનાવમાં ડ્રાઈવર અને કંડકટર ને સામાન્ય ઈજા પહોંચી હતી. આ અકસ્માતના બનાવને લઈ વઘઇ પોલીસ સ્ટેશનના પીએસઆઇ વસાવા અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી