By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીએ ટ્રાફિક નિયમ તોડવા બદ્દલ 27 હજારનો દંડ ભર્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીએ ટ્રાફિક નિયમ તોડવા બદ્દલ 27 હજારનો દંડ ભર્યો
GeneralMumbai

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીએ ટ્રાફિક નિયમ તોડવા બદ્દલ 27 હજારનો દંડ ભર્યો

HM News
Last updated: 02/05/2022 8:46 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ : રાજ્યના નાગરિકોને નિયમ પાળવાની સલાહ આપતા રાજકારણીઓ પોતે પણ નિયમ તોડતાં હોય છે, તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે.રાજ્યના ઉપમુખ્યમંત્રી અજિત પવારે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાથી તેમણે ૨૭ હજારનો દંડ ભર્યો છે. અજિત પવાર બાદ ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ, ગૃહમંત્રી દિલીપ વળસે પાટીલ, સુનિલ શેળકે પણ ટ્રાફિક નિયમો તોડવામાં આગળ હોવાનું જાણવા મળ્યું છે.

ચંદ્રકાંત પાટીલ પાસે દંડના સર્વાધિક ૧૪,૨૦૦ રુપિયા બાકી હોવાનું સ્પષ્ટ થયું છે.ગૃહમંત્રી દિલીપ વળસે પાટીલને ૫,૨૦૦ તો રાજ્યમંત્રી દત્તાત્રય ભરણેને ટ્રાફિકના નિયમ તોડવા બદ્દલ ૬૦૦ રુપિયાનો દંડ કરાયો છે.સામાન્ય જન નિયમ તોડે તો તરત તેમની ઈ-ચલાનની પાવતી ફાટે છે.તેમના વાહન જપ્ત કરવા સુધીની પણ કાર્યવાહી થાય છે.પરંતુ કોઈ રાજકીય નેતાઓના વાહનોની પણ ચલાન ફાટે? જો ચલાન જનરેટ થાય તો રાજકારણીઓ ચલાન ભરે છે કે નહિ? તેમને આ બાબતે કોઈ પૂછે છે ખરું? નેતાની કારની સ્પીડ માપવામાં આવે છે? એવો પ્રશ્ન સામાન્ય લોકોને થાય તે સ્વાભાવિક છે.ત્યારે તેમના આ સવાલનો જવાબ અહીં મળી રહે છે.

કાયદો એ સહૂને માટે સમાન છે.આથી જો સામાન્ય નાગરિકને દંડ ન ભરવા બદ્દલ કોઈ કાર્યવાહીનો સામનો કરવો પડતો હોય તો ટ્રાફિક વિભાગે રાજકીય નેતાઓ કે જેમના ઈ-ચલાન હજીયે ભરવાના બાકી હોય તેમની સામે પણ સમાન કાર્યવાહી કરવી જ જોઈએ.સંપૂર્ણ મહારાષ્ટ્રભરની વાત કરીએ તો આવા અનેક ચલાનો અનેક રાજકીય કાર્યકર્તા, નેતાઓના નામે બન્યાં હશે, પરંતુ ત્યારબાદ એ ચલાનો ભરાઈ કે નહિ તેની કોઈ માહિતી ક્યારેય સામાન્યજન પાસે હોતી નથી.આથી નાગરિકોએ હવે આ મુદ્દે પણ જાગરુક બનવું રહ્યું.પોતે પણ નિયમ ન તોડવા અને અન્યોને પણ નિયમ તોડતાં અટકાવવા એ વધુ મહત્ત્વનું છે.

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યા બાદ આ સિંગરને જાનથી મારી નાંખવાની ધમકી
સુરતમાં બપોર બાદ વધુ બે મહિલાના રિપોર્ટ પોઝિટિવ, કુલ આંકડો 19
ટોચની મુસ્લિમ સંસ્થાએ ઉદયપુર હત્યાકાંડને ગણાવ્યો કાયદા અને ઈસ્લામની વિરૂદ્ધ
એસટી કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ આવતાં 18મીથી અચોક્કસ મુદતનુ માસ સીએલ મોકૂફ
ઇઝરાયલના નવા પીએમ નફ્તાલી બેનેટ કોણ છે ? 12 વર્ષ પહેલા નેતન્યાહૂની આંગળી પકડીને આવ્યા હતા રાજકારણમાં
Share This Article
Facebook Email Print
Previous Article મહારાષ્ટ્રમાં હિન્દુઓને વિભાજિત કરવાનું ભાજપનું કાવતરું : ઉધ્ધવ ઠાકરે
Next Article જોધપુર: ઈદ પહેલા હિંસક અથડામણ, લાઠીચાર્જ બાદ ઈન્ટરનેટ સેવા બંધ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up