– વિકૃત પતિની નિમ્ન માનસિકતાથી પરેશાન પત્નીએ કરી ફરિયાદ
પૂણે : પૂણેમાં લોકડાઉનના કારણે બેકાર થયેલ પતિની વિચિત્ર કરતૂતોનો તેની પત્નીએ જ ઘટસ્ફોટ કર્યો હતો.પ્લમ્બરનું કામ કરતા પૂણેના એક વ્યક્તિની હરકતથી તેની પત્ની ચોંકી ઉઠી અને તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.અવારનવાર ઝઘડામાં પત્ની સાથે મારઝૂડ કરનાર પતિએ તમામ હદ વટાવી નાખી હતી.પત્નીના નહાવાના સમય પર છુપાઈને તેની વીડિયો મોબાઈલમાં કેપ્ચર કરતો હતો.
વિકૃત પતિની આ કરતૂતનો પર્દાફાશ ત્યારે થયો,જયારે પત્ની તેના પતિના મોબાઈલમાં તેનો અંગત વીડિયો જોઈ ગઈ અને તે જોતા જ તેના હોશ ઉડી ગયા.આ સંગીન મામલે પત્નીએ તાત્કાલિક પગલાં ભરતા તેણે લોકલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ અપરાધીની ધરપકડ કરી હતી.
પોલીસે ધરપકડ કરતા, આ શખ્સનો મોબાઈલ ફોન કબ્જે લીધો હતો અને મોબાઈલમાં રેકોર્ડ કરેલી વીડિયો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.પતિએ આચરેલા આ ગુનાની કબૂલાત કરી હતી અને પોલીસે આ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.શું આ વીડિયો કોઈ પોર્ન વેબસાઈટને વેચવા માટે બનાવી હતી કે આ વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિને આવી નિમ્નકક્ષાની આદત થઈ ગઈ હતી ? તેવા સવાલો વચ્ચે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

