દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, સંજય રાવત સવારે અલગ બોલે છે અને સાંજે અલગ બોલે છે.મહારાષ્ટ્રમાં પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાને લઈને નિવેદન આપ્યું છે જેને લીધે રાજકીય અટકળો શરૂ થઈ છે.દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે શિવસેના અને ભાજપ વચ્ચે મતભેદ છે પરંતુ તેઓ દુશ્મન નથી.એમને જ્યારે ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધનને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે એમણે કહ્યું કે, રાજનીતિમાં કંઈ જો-તો નથી હોતું.વર્તમાન સ્થિતિ અનુસાર જ નિર્ણય લેવામાં આવે છે.ભાજપ અને શિવસેના વચ્ચે વૈચારિક મતભેદ છે પણ દુશ્મની નથી.એમણે કહ્યું કે એ યાદ રાખવું જોઈએ કે શિવસેના ભાજપની સાથે ચૂંટણી લડી હતી અને પરિણામ પછી કૉંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે.
દેવેન્દ્ર ફડણવીસના નિવેદન પર સંજય રાઉતે પણ પ્રતિક્રિયા આપી છે.સમાચાર સંસ્થા એએનઆઈને એમણે કહ્યું, અમે ભારત-પાકિસ્તાન નથી. આમિર ખાન અને કિરણ રાવને જુઓ,આ એના જેવું છે.અમારા રાજકીય રસ્તાઓ અલગ છે પણ દોસ્તી બરકરાર છે.ઉલ્લેખનીય છે કે આજથી મહારાષ્ટ્ર વિધાનસભાનું બે દિવસનું ચોમાસું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે અને દેવેન્દ્ર ફડણવીસ વિપક્ષ ભાજપના નેતા છે.