મુંબઇ, તા. 10 નવેમ્બર 2021 : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને બુધવારે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઉદ્ધવ ઠાકરેને ડોકની સમસ્યાને લઇને એક નાની સર્જરી થઈ શકે છે.
ઉદ્ધવ ઠાકરે બેથી ત્રણ દિવસ માટે હોસ્પિટલમાં દાખલ થશે.આ અંગે તેમણે મંત્રીમંડળને પણ જાણ કરી છે.સોમવારે ઠાકરે ઓનલાઈન ઈવેન્ટમાં નેક-બ્રેસ પહેરીને દેખાયા અને એક દિવસ પછી, સંપૂર્ણ તબીબી તપાસ કરાવી હતી.
જેમાં જાણવા મળ્યું કે ડોકના ભાગ પાસે સ્પાઇનમાં તેમને તકલીફ (Cervical and back pain) છે.તેને લઇને તેઓ આજે હોસ્પિટલમાં ભરતી થયા છે. હોસ્પિટલના ડોક્ટરો અનુસાર એક નાની સર્જરી કરવી પડશે ત્યાર બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે થઇ જશે.

