મુંબઈ : રાજ્યની સ્કૂલોમાં આજથી વેકેશન શરુ થઈ ગયું છે.ઉનાળું સત્રનું વેકેશન હવે ૧૨મી જૂન સુધી રહેશે.આજથી શરુ થયેલાં વેકેશન પહેલાં જ અધિકાંશ સ્કૂલોએ પહેલાંથી નવમા સુધીના અને અગિયારમાના રીઝલ્ટ જાહેર કરી દીધાં છે.કેટલીક સ્કૂલ-જૂનિયર કૉેલેજોમાં આગામી શૈક્ષણિક વર્ષની એડમિશન પ્રક્રિયા પણ ચાલું થઈ હોવાનું જાણવા મળ્યું છે.આજથી પડેલાં વેકેશનમાં સ્કૂલો બંધ હોય તો પણ અન્ય કામકાજ ચાલું રહેશે, એવું સંસ્થાચાલકોના સંગઠને જણાવ્યું છે.સ્કૂલ શિક્ષણ વિભાગે ૧૧ એપ્રિલે ઉનાળું વેકેશનનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.માત્ર વિદર્ભને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષની શરુઆત ૧૩મી જૂનથી થશે.વિદર્ભમાં સ્થાનિક તાપમાનને ધ્યાનમાં લઈ સ્કૂલો મોડી શરુ થશે.રાજ્યમાં એપ્રિલ સુધી સ્કૂલો ચાલું રાખવાના આદેશને કારણે વિવાદ જાગ્યો હતો.આથી સ્કૂલ શિક્ષણ વિભાગે ઉનાળા તેમજ દિવાળીની લાંબી રજા ઓછી કરી તેને બદલે ગણેશોત્સવ કે નાતાળના તહેવારમાં તે રજાઓનું સમાયોજન કરવાનો વિકલ્પ આપ્યો છે.