મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રમાં કોવિડ-19ના કોરોનાના કહેરની સાંપ્રત સ્થિતિને લઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચિંતા વ્યકત કરી છે.તેમણે શુક્રવારે મોડી સાંજે કહ્યુ માર્ચ માસથી ગત વર્ષની તુલનામાં સ્થિતિ બદતર થઈ છે.આ સ્થિતિમાં લોકડાઉનના ઉપાયને નકારી શકાય તેમ નથી.અમે પહેલાં પણ રાજ્યમાં કોરોનાના કેસ ઓછા કરવામાં સફળ થયા હતા. રાજ્યમાં હાલ જ્યારે કોરોનાના સંક્રમણની રફતાર વધી છે,ત્યારે લોકોએ કોવિડ-19 ગાઈડલાઈન્સનું સખ્તાઈથી પાલન કરવુ પડશે.કોરોના મહામારીએ રાજ્યમાં દેખા દીધી ત્યારે માત્ર બે લેબ હતી,ત્યારબાદ આપણે ટેસ્ટિંગ માટેની લેબની સંખ્યા વધારી.હાલ માત્ર મુંબઈમાં જ 50 હજારથી વધુ લોકોના ટેસ્ટ થઈ રહ્યા છે.મહારાષ્ટ્રમાં રોજિંદા 1.82 લાખથી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરી રહ્યા છે.અમારુ લક્ષ્ય આ સંખ્યાને રોજિંદા અઢી લાખ સુધી લઈ જવાનું છે.

