મહારાષ્ટ્રની વિધાનસભા સમિતિએ રાજ્યપાલની નિમણુંકની સત્તામાંથી 12 સભ્યોની નિમણૂક કરવાની થાય છે.કોંગ્રેસ અને એનસીપીએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને આ માટે 12 સભ્યોના નામ નકકી કરી આપવા માટે વહેલી તકે ત્રણ શાસક પક્ષોની બેઠક બોલાવવા માંગ કરી છે.શિવસેના અને બીજા બે પક્ષો આ બેઠકો મેળવવા ખેંચતાણ કરી રહ્યાં છે.તાજેતરમાં ત્રણ પક્ષો વચ્ચે અસ્પષ્ટતાના સમાચાર આવ્યા હતા.બાદમાં ઉદ્ધવ ઠાકરેએ ધુંધળી સ્થિતીમાં ત્રણેય પક્ષના નેતાઓની બેઠક બોલાવી હતી.ત્યારે કહેવામાં આવતું હતું કે જોડાણ અતૂટી શકે છે. પણ એવું ન થયું.
નામોની વહેલી તકે મંજૂરી લઈ લેવાની જરૂર
મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાત અને રાજ્યના એનસીપી પ્રમુખ જયંત પાટિલે વિનંતી કરી છે કે નામોની વહેલી તકે મંજૂરી લઈ લેવાની જરૂર છે, કારણ કે રાજ્યપાલ બી.એસ. કોશ્યયરીને નામાંકન ભલામણ મોકલવાના છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, ‘આ પહેલાથી જ નક્કી કરવામાં આવ્યું છે કે ત્રણેય પક્ષોમાં દરેકના ચાર સભ્યો હશે,પરંતુ શિવસેના હવે પાંચ બેઠકો માંગે છે,જેને અમે સ્વીકારીશું નહીં.’
નોંધપાત્ર વાત એ છે કે રાજ્યમાં વિધાનસભાના ઉપલા ગૃહના આઠ સભ્યો 6 જૂને નિવૃત્ત થયા છે,જ્યારે અન્ય બે સભ્યો 15 જૂન અને 16 જૂને નિવૃત્ત થવાના છે. એનસીપીના બંને સભ્યોનો કાર્યકાળ 6 જૂને પણ સમાપ્ત થયો હતો,જેમણે ગયા વર્ષે ભાજપમાં જોડાવા માટે પાર્ટી છોડી દીધી હતી.જોકે,મહારાષ્ટ્ર વિકાસ આગાદી (એમવીએ) સરકારે નવા 12 સભ્યોના નામ અંગે નિર્ણય લેવાનો બાકી છે.


