મહારાષ્ટ્ર સરકાર અને રાજ્યપાલ કોશ્યારી વચ્ચે મંદિરો ખોલવા બાબતે જે આક્રમક નિવેદનો નું આદાન-પ્રદાન થયું છે અને જે રીતે ગવર્નર દ્વારા મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને હિન્દુત્વના મુદ્દાઓ પર કટાક્ષ કરવામાં આવ્યો છે તે વિવાદ હવે વધુ વકરી જશે તેવા સંકેતો મળી રહ્યા છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે કોશિયા રીને મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી પાછા ખેંચી લેવાની માગણી કરવામાં આવશે એના માટે રાષ્ટ્રપતિને પત્ર લખવાનો ઉદ્ભવ સરકાર વિચારણા કરી રહી છે.
આમ તો મહારાષ્ટ્ર સરકાર માં સાથી પક્ષો સાથે આ બારામાં અંતિમ નિર્ણય લેવામાં આવશે પરંતુ મહારાષ્ટ્ર સરકાર અને મુખ્યમંત્રી ખુદ ગવર્નરના વલાણથી અને એમના શબ્દોથી ભારે નારાજ છે તેમ સરકારના વર્તુળોએ જણાવ્યું છે.મહારાષ્ટ્ર સરકારને ગવર્નર દ્વારા એક પત્ર લખવામાં આવ્યો હતો જેમાં તેમણે એવો ઉલ્લેખ કર્યો હતો કે મને ત્રણ થી ચાર જેટલા પ્રતિનિધિમંડળ મળવા આવ્યા છે અને મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો ખોલી નાખવા માટેની માગણી કરી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે મંદિરો ખોલવાની જરૂર છે.
ગવર્નર દ્વારા પાત્રમાં એવા શબ્દોનો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શું એકાએક બિનસાંપ્રદાયિક થઈ ગયા છે કે શું ? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ને આ શબ્દો ની સામે વાંધો છે અને હવે કોશિયા રીને રાજ્યપાલ પદેથી પાછા ખેંચી લેવાની માગણી શિવસેના દ્વારા કરવામાં આવશે અને આ લડાઈ હવે લાંબી ચાલશે તેવું દેખાઈ રહ્યું છે.
મહારાષ્ટ્ર સરકારે ગવર્નરને વળતો એવો જવાબ આપ્યો હતો કે બંધારણમાં બિનસાંપ્રદાયિકતા નો ઉલ્લેખ છે અને તમે બંધારણ ની રક્ષા માટેના શપથ લીધા ત્યારે તમારા માટે આવા શબ્દો શોભનીય નથી. મહારાષ્ટ્ર સરકારના અન્ય મંત્રીઓ પણ અને ખુદ શરદ પવાર પણ ગવર્નરના શબ્દોથી નારાજ છે.


