મુંબઇ : કોરોનાના દરદીની સંખ્યા વધતી હોવા છતાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે.આમ છતાં રાજ્યમાં કોરોનાની ચોથી લહેરનું જોખમ કાયમ છે.કોરોનાની ચોથી લહેરનો ભય રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ વ્યક્ત કર્યો છે.જે જૂન, જુલાઇમાં આવવાની શક્યતા નકારી શકાય નહિં. હવે ચોથી લહેરથી બચવા માટે માત્ર રસીકરણ કરવાની અપીલ તેમણે કરી હતી.જુન, જુલાઇમાં કોેરોનાની ચોથી લહેર વધુ જીવલેણ હશે એવું વર્તાઇ રહ્યું છે.પણ રસીકરણ જ તારણહાર હશે.રસીકરણનું પ્રમાણ વધારવાનું મહારાષ્ટ્ર માટે મહત્વનું કામ હશે. આરોગ્ય વિભાગ આ બાબતે અત્યંત સજાગ અને જાગૃત રહીને રસીકરણનું કામ કરે છે, એમ રાજેશ ટોપેએ જણાવ્યુંહતું.એપ્રિલના અંતિમ અઠવાડિયાથી મુંબઇમાં કોરોનાનો ચેપ ખૂબ જ વેગથી વધી રહ્યો છે.મુંબઇમાં કોરોનાના દરદીની સંખ્યાનું પ્રમાણ બે ટકા ઉપર પહોંચી ગયું છે.આથી હવે કોરોના સંસર્ગ ફરી વધશે કે શું એના પર ચર્ચા શરૃ થઇ છે.


