મુંબઈ : ફર્સ્ટ યર જૂનિયર કૉલેજ(એફવાયજેસી)ના એડમિશન માટે મૉક ડેમો રજીસ્ટ્રેશનની શરુઆત થઈ છે.પ્રેક્ટિસ ફોર્મ ભરાવાના શરુ થયાના પ્રથમ બે દિવસમાં લગભગ ૧૮ હજારથી વધુ વિદ્યાર્થીઓએ મોક ડેમો રજીસ્ટ્રેશન કરાવ્યું છે.ધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સંચાલનાલય દ્વારા રાજ્યના પુણે અને પિંપરી-ચિંચવડ સહિત મુંબઈ,નાસિક,અમરાવતી અને નાગપુર મહાપાલિકામાં અગિયારમાના એડમિશન કેન્દ્રીય ઓનલાઈન પદ્ધતિએ કરવામાં આવી રહ્યાં છે.પ્રત્યક્ષ એડમિશન ફોર્મ વિદ્યાર્થીઓ ૩૦ મે થી ભરી શકશે.પરંતુ તે પહેલાં વિદ્યાર્થીઓએ પ્રેક્ટિસ માટે મૉક ડેમો રજીસ્ટ્રેશન કરવા જરુરી છે.જેમાં શુક્રવાર સુધી વિદ્યાર્થીઓ અગિયારમાના એડમિશનની અધિકૃત વેબસાઈટ પર એડમિશન ફોર્મની પ્રેક્ટિસ કરી શકશે.
અગિયારમાના ઓનલાઈન એડમિશન માટે પ્રેક્ટિસ ફોર્મ ભરવાના શરુ થયાના બે દિવસમાં હાલ સુધીમાં મુંબઈમાં સૌથી વધુ ૧૨,૮૬૭ રજીસ્ટ્રેશન,પુણેમાં ૪,૦૫૩,નાગપુરમાં ૬૩૬,નાસિકમાં ૪૮૧ તો અમરાવતીમાં સૌથી ઓછાં ૧૨૫ મૉક ડેમો રજીસ્ટ્રેશન થયાની અધિકૃત માહિતી મળી છે.જોકે ૩૦ મેથી પ્રત્યક્ષ ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓએ નવેસરથી રજીસ્ટ્રેશન કરાવવાના રહેશે.તેમની મૉક ડેમો રજીસ્ટ્રેશનની વિગત ૨૮મીના રોજ કાઢી નાંખવામાં આવશે,એની વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી.


