મુંબઈ : દેશના વ્યાપારી પાટનગર સહિત મહારાષ્ટ્રમાં હવે પાંચ તબકકાનો અનલોક પ્લાન જાહેર થયો છે અને તે મહત્વપૂર્ણ રીતે કોઈ સીધી રીતે રાજય અનલોક થશે નહી પણ દરેક જીલ્લામાં પોઝીટીવ રેટ,ઓકસીજન અને કોરોનાના દર્દીઓના બેડની ઉપલબ્ધતાની સમીક્ષા કરીને દરેક જીલ્લામાં અનલોકના લેવલ મુજબ છૂટછાટ અપાશે.દેશમાં આ રીતે નવી પ્રક્રિયાથી અનલોક થનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજય બની રહેશે અને જીલ્લા તંત્ર દ્વારા સતત પરીસ્થિતિની સમીક્ષા કરીને અનલોકના સ્ટેપ તે મુજબ નિશ્ચિત કરશે.
રાજય સરકારના આયોજન મુજબ લેવલ વનના અનલોકમાં સૌથી ઓછા નિયંત્રણો હશે અને અનલોક-5 માં લોકડાઉન જેવા જ સખ્ત નિયંત્રણો હશે.લેવલવનમાં મોલ,થિયેટર્સ તથા તમામ વ્યાપાર ધંધા ખુલ્લા થશે પણ જયારે અન્ય જાહેર સ્થળો પર કોવિડ પ્રોટોકોલ સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક ફરજીયાત રહેશે.અનલોક ટુ જયાં લાગુ થશે ત્યાં થિયેટરો 50% કેપેસીટીથી ખુલ્લા થશે અને 3-4-5માં થોડા થોડા નિયંત્રણો વધુ હશે પણ થિયેટર કે મોલ ખુલ્લા થશે નહી.
રાજય સરકારે હાલની પોઝીટીવ સ્થિતિ મુજબ મુખ્યમંત્રીને લેવલ-2 પર મુકયુ છે જયાં 50% કેપેસીટી સાથે સિનેમા ઘરો ખુલી શકશે.આ જ રીતે લેવલ વનમાં રેસ્ટોરા અને અન્ય મનોરંજક પ્રવૃતિ,જીમ,સલુનને કાયદામાંથી છૂટ અપાશે અને ટ્રેન તથા અન્ય ટ્રાન્સપોર્ટ સુવિધા ચાલું થશે.લગ્ન કે અન્ય સામાજીક પ્રસંગો કોઈ નિયંત્રણો વગર જ ચાલશે. ઉત્પાદન અને અન્ય પ્રવૃતિ લેવલ વનમાં કોઈ નિયંત્રણ વગર જ ચાલશે.રાજયના 18 જીલ્લામાં અનલોક વન કે લેવલ વન લાગુ થઈ છે.પાંચ જીલ્લામાં લેવલ ટુ અને 10 જીલ્લામાં લેવલ 3 બે માં લેવલ 4 છે.આ મુજબ મુંબઈ લેવલ ટુ માં છે
જયાં 50% ક્ષમતા સાથે થિયેટરો ખુલશે. પુના લેવલ 3માં છે અને દર ગુરુવારે પરીસ્થિતિની સમીક્ષા થશે જેમાં પોઝીટીવ કેસ બેડ,ઓકસીજનની સ્થિતિ મુજબ લેવલ વધઘટ થઈ શકશે.મુંબઈ અને તેના પરા એક જ યુનીટ હેઠળ આવશે.જયાં 5% પોઝીટીવ રેટ છે તેને લેવલ વનમાં મુકાય છે જયાં તમામ પ્રવૃતિરાબેતા મુજબ થશે.જેમાં નાગપુર,નાસીક,થાણે,ઔરંગાબાદ સહિતના જીલ્લા આવે છે.

