મુંબઈ : મહારાષ્ટ્ર સરકારે સાફ સાફ કહ્યું છે કે રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ સંપૂર્ણપણે કાબુમાં છે અને કોઇપણ પ્રકારના પ્રતિબંધાત્મક આદેશો ફરીથી લાદવા પડે તેવી જરુર હાલમાં નથી.દેશમાં ફરી કોરોના માથુંઉંચકી રહ્યો હોવાના સંકેત મળતાં કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોને કડક તકેદારી રાખવા કહ્યું છે.આ સંદર્ભમાં રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશટોપેએ કહ્યું હતું કે હાલ રાજ્યને પૂર્વનિવારક પગલાં ભરવા માટે કહેવામાં આવ્યું છે.પરંતુ, માસ્ક નહીં પહેરવા બદલ દેડ સહિતનાં અન્ય નિયંત્રણો લાદવાં પડે તેવી કોઇ પરિસ્થિતિ અત્યારે સર્જાઇ નથી એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.રાજ્યમાં કેસોમાં વધારો નોંધપાત્ર નથી અને તેથી ગભરાવવાની જરૃર નથી.પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.અમે કેસોની બારીકાઈથી દેખરેખ રાખી રહ્યા છીએ અને જ્યારે જરૃર પડશે ત્યારે યોગ્ય નિર્ણયો લેવામાં આવશે, એમ રાજેશ ટોપેએ જણાવ્યું હતું.