મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક નવા કેસમાં ચઢ ઉતાર થાય છે.આજે કોરોનાના નવા કેસની સંખ્યામાં નજીવો ઘટાડો નોંધાયો છે.આજે રાજ્યમાં સો કરતા ઓછી સંખ્યા દરદીની નોંધાઇ છે.રાજ્યમાં આજે કોરોનાના નવા ૯૨ કેસ નોંધાયા છે.અને એક દરદીનું મોત થયું છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.રાજ્યમાં આજે કોરોનાના ૭૦ દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ઘરે જવાની રજા અપાઇ હતી.જ્યારે રાજ્યમાં આજદિન કોરોનાના સક્રીય ૧૦૧૦ દરદી છે.મુંબઇમાં આજે કોરોનાના નવા ૫૬ દરદી નોંધાયા હતા અને એક પણ દરદીનું મોત થયું નથી.જો કે આજે રાજ્યમાં જેટલા દરદી છે તેના કરતાં અડધાથી વધુ દરદી મુંબઇમાં નોંધાયા છે.મુંબઇમાં આજે કોરોનાના ૪૫ દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા.શહેરમાં આજદિન કોરોનાના સક્રીય ૬૩૯ દરદી નોંધાયા હોવાનું મુંબઇના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.


