મુંબઈ : મરાઠા આરક્ષણના મુદ્દે મહારાષ્ટ્રમાં વ્યાપક આંદોલન છેડવા બાબતત ૯મી ઓગસ્ટે નિર્ણય અને આંદોલનની રૂપરેખા જાહેર કરવામાં આવશે.મરાઠા સમાજના આરક્ષણ અંગે ૯મી ઓગસ્ટે સંયોજકોની બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં આંદોલનની દિશા નક્કી કરવામાં આવશે એમ ગઈકાલે નવી મુંબઈમાં યોજાયેલી મરાઠા સમન્વયકોની ચિંતન બેઠકમાં છત્રપતિ સંભાજી રાજેએ જણાવ્યું હતું.
થોડા વખત પહેલાં છત્રપતિ સંભાજી રાજેના મૂક આંદોલનની રાજ્ય સરકારે નોંધ લીધી હતી અને ચર્ચા માટે ૧૭મી જૂને બોલાવ્યા હતા.એ વખતે સરકારે એવી હૈયાધારણ આપી હતી કે ૨૧ દિવસમાં આ બાબતમાં નિવેડો લાવવામાં આવશે.પરંતુ ૨૧ દિવસમાં સરકારે કોઈ નિર્ણય ન લેતા ગઈકાલે નવી મુંબઈમાં ચિંતન બેઠક યોજાઈ હતી એમ છત્રપતિ સંભાજી રાજેએ જણાવ્યું હતું. દરમ્યાન મહારાષ્ટ્રના પ્રધાન અશોક ચવ્હાણે એવી સલાહ આપી છે કે મરાઠા આરક્ષણ બાબત બધા જ સંસદસભ્યોએ મળીને એકમતે ઠરાવ માંડનો જોઈએ.