By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મહારાષ્ટ્રમાં લોખંડના સળિયા ભરેલી ટ્રક પલટી જતાં 13 મજૂરોના મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મહારાષ્ટ્રમાં લોખંડના સળિયા ભરેલી ટ્રક પલટી જતાં 13 મજૂરોના મોત
GeneralNational

મહારાષ્ટ્રમાં લોખંડના સળિયા ભરેલી ટ્રક પલટી જતાં 13 મજૂરોના મોત

HM News
Last updated: 21/08/2021 6:23 AM
HM News
4 years ago
Share
SHARE

બુલઢાણા : મહારાષ્ટ્રના બુલઢાણામાં લોખંડના સળિયા ભરેલી ટ્રક પલટી જવાથી 13 લોકોના મોત થઈ ગયા છે.બુલઢાણાના સિંધખેડાઝામાં શુક્રવારે બપોરે 2 કલાકે આ ટ્રક પલટી હતી, એ સમયે કુલ 16 લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ દુર્ઘટનામાં બચેલા 3 લોકોની હાલત પણ ગંભીર છે,તેમને સારવાર અર્થે જાલના જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.દુર્ઘટનામાં જીવતા બચેલાં લોકો પૈકી એક પાંચ વર્ષની બાળકી પણ છે.તમામ મૃતકો મધ્યપ્રદેશના ખરગોનના રહેવાસી છે,જે હાઈવે પર મજુરી કરવા માટે મહારાષ્ટ્ર આવ્યા હતા.જે હાઈવે પર દુર્ઘટના સર્જાઈ,એ હાઈવેનું નામ હિંદૂ હૃદય સમ્રાટ બાલા સાહેબ સમૃદ્ધિ હાઈવે છે.પોલીસના કહેવા અનુસાર હાઈવેના તાડેગાંવ-દસરબીડચ સેક્સનથી પસાર થતી વખતે ટ્રકની સ્પીડ વધુ હતી અને ટ્રકમાં લોડ પણ વધારે હતો,એટલે ટ્રક બેકાબૂ થઈ ગઈ અને ટ્રક પલટી ગયા બાદ સળિયા નીચે દબાઈ જવાબથી આઠ લોકોના મોત ઘટનાસ્થળે થયા હતા,જ્યારે બાકીના પાંચ લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા.

દુર્ઘટનામાં જીવતા બચેલાં એક મજૂરે કહ્યું કે હાઈવે પર પાણી હતું અને પાછળથી આવતી બસને સાઈડ આપતી વખતે ટ્રકનું એક ટાયર કીચડમાં ફસાઈ ગયું હતું,સ્પીડ વધારે હોવાથી ટ્રક પલટી ગઈ હતી. આ ટ્રકમાં જે ઉપરના ભાગમાં હતા, એ મજૂરોના જીવ બચી ગયા અને નીચલા હિસ્સામાં હતા એ તમામ દબાઈને મરી ગયા.કિંગાંવના પોલીસ ઈન્સ્પેક્ટર સોમનાથ પવારે જણાવ્યું કે દુસરબીડથી લોખંડના સળિયા લઈને આ ટ્રક તાડેગાંવમાં એક રોડ નિર્માણની સાઈડ પર જઈ રહી હતી.આ લોખંડના સળિયાનો ઉપયોગ સમૃદ્ધિ હાઈવ પર બની રહેલા એક બ્રિજમાં થવાનો હતો.હજુ તમામ મૃતકોની ઓળખ થઈ શકી નથી.

સરથાણા પોલીસના ગુંડારાજમાં હુમલાનો ભોગ બનેલા મેહુલ બોઘરાના સમર્થનમાં આવ્યું વકીલ મંડળ : સાજન ભરવાડ વિરુદ્ધ દાખલ થઇ ફરિયાદ
પોલીસ કહે છે રેડ નથી પાડી, ગોપાલ ઈટાલિયા કહે પોલીસકર્મીઓના લોકેશન ચેક કરો
SAILએ ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, બંગાળને એક-એક કરોડની સહાય કરી
‘માલ’ એટલે શું ? દીપિકાની પૂછપરછમાં પ્રશ્નોનો મારો : શ્રધ્ધા કપૂર અને સારા અલી ખાન પણ બ્યુરો ઓફીસે પહોંચ્યા
400 કરોડના બોગસ બિલિંગમાં ઇમ્તિયાઝ ગોડિલની ધરપકડ
Share This Article
Facebook Email Print
Previous Article નવસારીમાં હિટ એન્ડ રન : ચીખલીથી સુરત જતા ઈકો કારનું વળી ગયું પડીકું, 3ના મોત, 8 ઘાયલ
Next Article ટ્રાફિક પોલીસનું વિચિત્ર કારસ્તાન,બાઈક સવાર સાથે બાઈક ઉપાડી ટોવિંગની ગાડીમાં મુકી દીધું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up