– આ માટે હું ઉધ્ધવ ઠાકરે અને ફડણવીસ સાથે ચર્ચા કરીશ
મુંબઈ : શિવસેનાની સ્થાપના બાળાસાહેબ ઠાકરેએ જે ઉદ્દેશ્યથી કરી છે જેના લીધે મરાઠી માણસોને આધાર મળ્યો છે અને રાજ્યમાં આજે જે ચાલી રહ્યું છે તે જોઈને બાળાસાહેબના આત્માને કેટલું દુઃખ થતું હશે તેની કલ્પના થઈ શકે તેમ નથી.હવે જે બહાર રહીને ફક્ત જોઈ શકાય છે.એમાંનો એક હું છું એમ સીનિયર અભિનેતા વિક્રમ ગોખલેએ જણાવ્યું હતું.અત્યારે દેશ સામે સંકટ જોતાં શિવસેના- ભાજપે ફરી એકત્રિત થવું જરૂરી છે.એટલે કે તેમણે હિંદુ- મુસ્લિમ સામે ઈશારો વ્યક્ત કર્યો હતો. મહાવિકાસ આઘાડી કરતાં ભાજપ ફરી શિવસેના સાથે રહેવું જરૂરી છે.
પુણે ખાતે બ્રાહ્મણ મહાસંઘ દ્વારા આયોજીત કાર્યક્રમમાં વિક્રમ ગોખલે ઉપરોક્ત બોલ્યા હતા.તે વેળા વિક્રમ ગોખલેનું સન્માન કરાયું છે.આ વેળા પત્રકારો સાથે સંવાદ સાધતા વિક્રમ ગોખલેએ રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી.શિવસેના- ભાજપની યુતિ કરવી જરૂરી છે.બન્ને પત્રને એકત્રીત કરવાનો મારો પ્રયત્ન શરૂ છે. હાલની રાજકીય પરિસ્થિતિ જોતા વિક્રમ ગોખલે એકહ્યું કે ભૂલ થઈ છે એમ સમજી તેમના ફોલોઅર્સ હોય તેમણે શિવસેના- ભાજપની યુતિ માટે આગળ પડતી ભૂમિકા ભજવી જરૂરી છે.હું તો આગળ પડતી ભૂમિકા ભજવીશ,એમ વિક્રમ ગોખલેએ જણાવ્યું હતું.
આ મામલે મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે અને ભાજપના નેતા તથા માજી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા કરીશ.રાજ્યમાં જે ચાલી રહ્યું છે તે યોગ્ય નથી. મારી બહેનપણીના ફઈ બાળાસાહેબાની શિવસેનાની મહિલા આઘાડીના પ્રથમ પ્રમુખ હતી.બાળાસાહેબના ભાષણો સાંભળીને ગત ૪૦ વર્ષથી મહારાષ્ટ્ર તૃપ્ત થયું છે.તેમના અવસાન બાદ રાજ્યમાં રાજકારણમાં જે રમત શરૂ છે.તે ખૂબ જ વિચિત્ર સ્તરે પહોંચી ગયું છે.તે જોઈને મરાઠી માણસ કચડાય છે.પ્રત્યેકનું કહેવું છે કે સરકાર ગણત્રી કરવામાં ચૂકી ગઈ છે.એમ વિક્રમ ગોખલેએ જણાવ્યું હતું.
ભૂલ થયેલા ગણિતને યોગ્ય કરવું હોય તો હજી સમય વીતી ગયો નથી.જે સંકટ સામે આપણો દેશ ઊભો છે.તેમાંથી મુક્ત થવું હોય તો ભાજપ અને શિવસેનાને એકત્રીત આવવું જોઈએ.તે સિવાય બીજો કોઈ પર્યાય નથી,એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.શિવસેના- ભાજપને એક કરવામાં મારો જોરદાર પ્રયત્ન શરૂ છે. ફડણવીસને મેં ખુદે પ્રશ્ન પૂછયો કે અઢી વર્ષ શિવસેનાએ આપ્યા હોત તો તમારું શું બગડતું હતું અથવા શિવસેનાનું શું બગડવાનું હતું.મતપેટીનું રાજકારણ કરનારાને લીધે હિંદુ, મુસ્લિમ,બ્રાહ્મણ,દલિતમાં વિવાદ થાય છે.આને દૂર કરવા શિવસેન- ભાજપ વચ્ચે ફરી યુતિ જરૂરી છે.