– BJP સતત અનિલ દેશમુખના રાજીનામાની માગ કરી રહી છે, તેેણે રાજ્યમાં નિર્માણ થયેલી સ્થિતિનો રિપોર્ટ રાષ્ટ્રપતિને મોકલવાની માગ કરી હતી
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે મુંબઈના પૂર્વ કમિશનર અને DG હોમગાર્ડ પરમબીર સિંહના આરોપ પર તપાસ કરાવવાની માગ કરી છે.સિંહે દેશમુખ પર એન્ટિલિયાકેસમાં ધરપકડ કરાયેલા આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર(API) સચિન વઝે પર દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો હતો.આ અંગે અનિલ દેશમુખે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો છે.તેમણે પોતાના આ પત્રને મોડી રાતે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.મરાઠીમાં દેશમુખે લખ્યું છે…પરમબીર સિંહ દ્વારા મારા પર લગાવવામાં આવેલા આરોપીની તપાસ કરાવીને દૂધનું દૂધ,પાણીનું પાણી કરવાની માગ મેં મુખ્યમંત્રીને કરી છે.જો તેઓ તપાસના આદેશ આપે છે તો હું તેનું સ્વાગત કરીશ.રાજ્ય શાસન પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા 17 માર્ચ 2021એ પોલીસ કમિશનરપદ પરથી હટાવવામાં આવ્યા પછી મારી પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરાવવામાં આવે, જેથી સત્ય બહાર આવી શકે.
પરમબીરના આ આરોપો પછી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.વિપક્ષ(BJP) સતત હુમલો કરી રહ્યો છે.બુધવારે એક ડેલલિગેશન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળ્યું અને તેને 100 સવાલોનું એક લિસ્ટ સોંપ્યું. BJP સતત અનિલ દેશમુખના રાજીનામાની માગ કરી રહી છે.તેમણે રાજ્યમાં નિર્માણ થયેલી સ્થિતિનો રિપોર્ટ રાષ્ટ્રપતિને મોકલવાની માગ કરી હતી.
બુધવારે પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ સરકારને સત્તામાં રહેવાનો અધિકાર નથી.જ્યારે BJP નેતા સુધીર મુનગંટીવારે ગવર્નર ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત પછી કહ્યું હતું કે અમે ભષ્ટ્રાચારના મામલામાં પણ તેને દખલ કરવાની અપીલ કરી છે અને રાષ્ટ્રપતિને સંપૂર્ણ સ્થિતિથી પરિચિત કરાવવાનો આગ્રહ કર્યો છે.આ પહેલાં મંગળવારે દેવેન્દ્ર ફડણવીસે દિલ્હી જઈને ગૃહ સચિવ સાથે મુલાકાત કરી હતી અને રાજ્યમાં IPS અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ સાથે જોડાયેલા રેકેટ વિશે માહિતી આપી હતી.
પરમબીર સિંહે પોતાના લેટરમાં લગાવ્યા હતા આરોપ
મારી ટ્રાન્સફર મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ, 1951ની ધારા 22એન(2) અંતર્ગત કરવામાં આવી હતી,જેમાં કારણ જણાવવામાં આવ્યું છે કે પ્રશાસનિક સ્તર પર આ જરૂરી હતું.મારું માનવું છે કે ટ્રાન્સફરનું કારણ જે સરકારે જણાવ્યું છે એમાં એન્ટિલિયાની ઘટનાની સ્વતંત્રતા અને નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરાવવાનું છે.
ગૃહમંત્રી અનિલ દેશમુખે તાજેતરમાં જ એક મરાઠી ન્યૂઝપેપરને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે એન્ટિલિયા કેસમાં મુંબઈ પોલીસ અને મારા તરફથી કરવામાં આવેલી તપાસમાં ગંભીર ખામીઓ હતી.મારી ભૂલ ક્ષમાને લાયક ન હતી અને મારી ટ્રાન્સફર પ્રશાસનિક આધારે થઈ નથી.
અનિલ દેશમુખે સચિન વઝેને ઘણી વખતે ઘરે મળવા માટે બોલાવ્યા હતા.તેમણે દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલાતનો ટાર્ગેટ આપ્યો હતો.ગૃહમંત્રીએ વઝેને જણાવ્યું હતું કે મુંબઈમાં લગભગ 1750 બાર,રેસ્ટોરાં અને અન્ય પ્રતિષ્ઠાન છે.દરેક પાસેથી મહિનામાં 2-3 લાખ લેવામાં આવે તો 40-50 કરોડનો જુગાડ થઈ જશે.ગૃહમંત્રીએ કહ્યું હતું કે બાકીની રકમ અન્ય સ્ત્રોતો પાસેથી એકત્રિત કરી શકાય છે.
પરમબીર સિંહ પોતાના આ પત્રમાં વસૂલીને લઈને એસપી પાટીલ નામના એક પોલીસ અધિકારી સાથે થયેલી તેમની વાતચીતનો ઉલ્લેખ કર્યો છે.પરમબીર સિંહ અને એસપી પાટીલની વચ્ચે 16 અને 19 માર્ચે વાતચીત થઈ હતી.
રાજયાલ સાથે નહિ થઈ શકે મહાવિકાસ અઘાડી નેતાઓની મુલાકાત
આ વિવાદોની વચ્ચે ગુરુવારે મહાવિકાસ અઘાડીના નેતા રાજ્યપાલને મળવાના હતા.હવે એવી માહિતી મળી રહી છે કે રાજ્યપાલ આજે દેહરાદૂનના ત્રણ દિવસના પ્રવાસે જઈ રહ્યાં છે અને 28 માર્ચે પરત ફરશે.જોકે ગવર્નરને કહેવામાં આવ્યું છે કે મહાવિકાસ અઘાડીના લોકો ઈચ્છે તો ગવર્નર ઓફિસના સેક્રેટરીની મુલાકાત કરી શકે છે.


