By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મહારાષ્ટ્રમાં 22 વર્ષની આ ટીક ટોક સ્ટારે કર્યો આપઘાત, ક્યા મિનિસ્ટર સાથેના સંબંધોના કારણે આપઘાતની છે ચર્ચા ?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મહારાષ્ટ્રમાં 22 વર્ષની આ ટીક ટોક સ્ટારે કર્યો આપઘાત, ક્યા મિનિસ્ટર સાથેના સંબંધોના કારણે આપઘાતની છે ચર્ચા ?
GeneralNational

મહારાષ્ટ્રમાં 22 વર્ષની આ ટીક ટોક સ્ટારે કર્યો આપઘાત, ક્યા મિનિસ્ટર સાથેના સંબંધોના કારણે આપઘાતની છે ચર્ચા ?

HM News
Last updated: 13/02/2021 6:53 AM
HM News
4 years ago
Share
SHARE

મહારાષ્ટ્રમાં સત્તાપક્ષ શિવસેનાના એક મંત્રી પુણેમાં યુવતીની આત્મહત્યાના કેસમાં ફસાઈ ગયા છે.તેની સાથે જોડાયેલ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભાજપના મેત્રીએ યુવતીને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે.વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે તેની વિસ્તૃત તપાસની માગ કરતા રાજ્યના ડીજીપીને પત્ર લખ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ઓડિયો ક્લિપ

ફડણવીસે પત્રમાં લખ્યું છે કે,પૂજા ચવાણની આત્મહત્યા સાથે જોડાયેલ 12 ઓડિયો ક્લિપ તેમના કાર્યાલયને પણ મળી છે.પત્ર સાથે ઓડિયો ક્લિપ ડીજીપીને મોકલવામાં આવી છે.ઓડિયો સાંભળ્યા બાદ સવાર ઉભા થઈ રહ્યા છે કે શું યુવતીને આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવી છે.ટીકટોક સ્ટારને ન્યાય અપાવવા માટે આ કેસમાં તપાસ કરીને દોષીતોને કડક સજા કરવાની માગ ઉઠી છે.આ પહેલા ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખલકરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને કહ્યું હતું કે પૂજાની આત્મહત્યાના કેસમાં યવતમાલના ધારાસભ્ય અને રાજ્યમંત્રીનું નામ સામે આવી રહ્યું છે.

અજિત પવારે કહ્યું- આરોપમાં તથ્ય હશે તો તપાસ થશે

નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે, આત્મહત્યાના કોઈપણ કેસમાં પોલીસ તપાસ કરે જ છે.આત્મહત્યાનું કારણ શોધે છે.આરોપમાં તથ્ય હશે તો તપાસ થશે.તેમણે ભાજપ પર કટાક્ષ કર્યો કે,કેટલાક પક્ષો પાસે કોઈ કામ નથી,માટે આ પ્રકારના આરોપ લગાવે છે.

શું છે સમગ્ર ઘટના

પુણેમાં રહેતી બીડ જિલ્લાના પરલીની મૂળ નિવાસી 22 વર્ષીય પૂજા ચવાણ રવિવારે મોડી રાત્રે બિલ્ડીંગની ત્રીજા માળેથી કુદીને આત્મહત્યા કરી લીધી હતી.તે પોતાના ભાઈની સાથે પુણેના હડપસર વિસ્તારમાં મહમંદ પરિસરમાં આવેલ હેવન પાર્ક બિલ્ડિંગમાં રહેતી હતી.સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે પૂજાના વિદર્ભના એક મંત્રી સાથે પ્રેમ સંબંધ હતા. આ સંબંધને જ આત્મહત્યાનું કારણ માનવામાં આવે છે.જોકે પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નથી.

મુંબઈના પ્રોપર્ટી માર્કેટમાં જોરદાર તેજી : માર્ચમાં સ્ટેમ્પ ડ્યૂટીમાં ઐતિહાસિક રૂ. 1131 કરોડની વસૂલાત
પાકિસ્‍તાન કંઈક નવા – જૂની કરવાની તૈયારીમાં : સરહદે ઉડાડયા F-16 અને મિરાજ
પારડીથી થર્ટી ફર્સ્ટ ઉજવવા દારૂ લઈ જતાં સાત કિન્નરોને પોલીસે ઝડપયા
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આ યુગલનો ફોટો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ, કરે છે ખાસ અપીલ
રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા થઈ 122 : 9 દર્દી તબલીગી જમાતના
Share This Article
Facebook Email Print
Previous Article YOUTUBE પર મોદી વિરોધી વીડિયો મુકવા બદલ ગૂગલના સુંદર પિચઇ સામે FIR નોંધાય
Next Article વાઘોડિયાના દબંગ MLA મધુ શ્રીવાસ્તવને ભાજપે બીજો મોટો ઝાટકો આપ્યો, દીકરા બાદ હવે….
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up