By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મહારાષ્ટ્રમાં BJP ને મસમોટો ઝટકો, આ દિગ્ગજ નેતા NCP માં જોડાશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મહારાષ્ટ્રમાં BJP ને મસમોટો ઝટકો, આ દિગ્ગજ નેતા NCP માં જોડાશે
GeneralNationalPolitics

મહારાષ્ટ્રમાં BJP ને મસમોટો ઝટકો, આ દિગ્ગજ નેતા NCP માં જોડાશે

HM News
Last updated: 21/10/2020 8:58 AM
HM News
5 years ago
Share
SHARE

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે.ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નતા એકનાથ ખડસે બહુ જલદી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાઈ શકે છે.રાજ્ય સરકારમાં મંત્રી જયંત પાટીલે દાવો કર્યો છે કે શુક્રવારે બપોરે એકનાથ ખડસે એનસીપીમાં સામેલ થશે.શુક્રવારે બપોરે 2 વાગે એકનાથ ખડસેને એનસીપીની સદસ્યતા લઈ શકે છે.

એનસીપીના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી જયંત પાટીલે દાવો કર્યો છે ‘મને જણાવવામાં આવ્યું છે કે ભાજપના નેતા એકનાથ ખડસેએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે.અમે નક્કી કર્યું છે કે અમે તેમને એનસીપીમાં સામેલ કરીશું.સત્તાવાર રીતે શુક્રવારે બપોરે 2 વાગે તેઓ NCPમાં સામેલ થશે.એવું કહેવાય છે કે એનસીપી નેતાઓ અને એકનાથ ખડસે વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી વાતચીત ચાલુ હતી.આવામાં તેઓ ઉદ્ધવ ઠાકરે સરકારમાં કોઈ મંત્રી પદ સંભાળી શકે છે.

Eknath Khadse promoted BJP in Maharashtra over years. I’ve been informed that BJP Leader Eknath Khadse has resigned from his party. We’ve decided to give him an entry in NCP. He will be formally inducted into NCP at 2 pm on Friday: Jayant Patil, NCP Leader & Maharashtra Minister pic..com/3o1STFi7IH

– ANI (@ANI) October 21, 2020

એકનાથ ખડસેની નજર કૃષિ મંત્રાલય પર છે જે હાલ શિવસેના પાસે જ છે.છેલ્લા કેટલાક સમયથી એ વાતની અટકળો થઈ રહી હતી કે એકનાથ ખડસે ભાજપ છોડી શકે છે.કારણ કે પાર્ટીમાં તેમને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે.રવિવારે એવી વાત સામે આવી હતી કે તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે.જો કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલે આ દાવાને ફગાવ્યા હતાં અને કહ્યું હતું કે તેઓ આમ કરશે નહીં.

આ બધી ઉથલપાથલ વચ્ચે એનસીપી નેતા શરદ પવારનું નિવેદન પણ સામે આવ્યું હતું.જેમાં તેમણે કહ્યું હતું કે એકનાથ ખડસેનું મહારાષ્ટ્રમાં ભાજપને મજબૂત કરવામાં મહત્વનું યોગદાન રહ્યું છે.આવામાં જ્યારે તેમને પાર્ટીમાં સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે તે યોગ્ય નથી.

અત્રે જણાવવાનું કે વર્ષ 2015માં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા બાદ એકનાથ ખડસેએ દેવેન્દ્ર ફડણવીસની સરકારમાંથી રાજીનામું આપ્યું હતું.ત્યારબાદથી ખડસેની રાજકીય કારકિર્દી પર ગ્રહણ લાગ્યું છે.એકનાથ ખડસેના સમર્થકોનું કહેવું છે કે દેવેન્દ્ર ફડણવીસના કારણે જ તેમને સાઈડલાઈન કરાઈ રહ્યા છે.

ત્યારબાદ 2019ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમને ટિકિટ મળી નહતી.એટલે તેમણે દેવેન્દ્ર ફડણવીસ પર સીધા હુમલા કરવાના શરૂ કરી દીધા હતા.જો કે તેમની પુત્રી રોહિણીને ટિકિટ મળી હતી પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા.આ ઉપરાંત એકનાથ ખડસેના વિસ્તાર જળગાવમાં હવે ગિરિશ મહાજનને પાર્ટી મહત્વ આપી રહી છે જે દેવેન્દ્ર ફડણવીસના નીકટના ગણાય છે.

પેટલાદ : યુવતીએ દર્દીને તપાસવા ડોક્ટરને ઘરે બોલાવ્યા, કપડાં કાઢીને થઈ ગઈ નગ્ન ને ડોક્ટરને પણ કર્યા નગ્ન ને પછી…..
…તો શું ચીન, રશિયા અને ઇરાને દુનિયાભરમાં ફેલાવ્યો કોરોના વાયરસ, હકીકત જાણી ચોંકી જશો
દમણના રિંગણવાડામાં ટેક્ષટાઇલ કંપનીમાં ભીષણ આગ
નિર્મલા સીતારમણની પત્રકાર પરિષદની 10 મોટી વાતો, જાણો કોને શું મળ્યું
કચ્છમાં હચમચાવી દેતો બનાવ : માંડવીના જખણીયામાં એક સાથે ચારની હત્યા, પત્ની અને ત્રણ બાળકોની હત્યા કરીને પતિ ફરાર
Share This Article
Facebook Email Print
Previous Article સૌરાષ્ટ્રના ૧૩ સહિત ૩૯ નાયબ મામલતદારોને અપાયા મામલતદારના પ્રમોશન
Next Article સુપ્રીમ કોર્ટ સરકાર પર બગડ્યું ,કહ્યું કે સુપ્રીમ કંઈ ‘બગીચો’ નથી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up