By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મહારાષ્ટ્રમાં ITના દરોડામાં 32 કિલો સોનું, 58 કરોડ રોકડા સહિત 390 કરોડની બેનામી સંપત્તિ મળી આવી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મહારાષ્ટ્રમાં ITના દરોડામાં 32 કિલો સોનું, 58 કરોડ રોકડા સહિત 390 કરોડની બેનામી સંપત્તિ મળી આવી
GeneralNational

મહારાષ્ટ્રમાં ITના દરોડામાં 32 કિલો સોનું, 58 કરોડ રોકડા સહિત 390 કરોડની બેનામી સંપત્તિ મળી આવી

HM News
Last updated: 11/08/2022 8:21 AM
HM News
3 years ago
Share
SHARE

– 260 અધિકારીઓ અને કર્મચારીઓ આ કાર્યવાહીમાં સામેલ થયા, દરોડા માટે 120થી વધુ વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો

મુંબઈ, તા. 11 ઓગષ્ટ 2022, ગુરૂવાર : કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી બાદ હવે આવકવેરા વિભાગ પણ એક્શનમાં છે.આઈટી વિભાગને બંગાળ બાદ હવે મહારાષ્ટ્રમાંથી પણ મોટા પ્રમાણમાં રોકડ મળી આવી છે.મહારાષ્ટ્રના જાલના ખાતે સ્ટીલ, કાપડના વેપારી અને રિયલ એસ્ટેટ ડેવલપરની ઓફિસ,ફેક્ટરી તથા ઘર સહિતના સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ હાથ લાગી છે.આવકવેરા વિભાગે આશરે 390 કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરી છે જેમાં 32 કિગ્રા સોનું,હીરા-મોતીના દાગીના,અનેક પ્રોપર્ટીના દસ્તાવેજો સહિત 58 કરોડ રૂપિયાની રોકડનો સમાવેશ થાય છે.

કોને લેવાયા ટાંચમાં

આવકવેરા વિભાગે ઘનશ્યામ ગોયલની માલિકીની કાલિકા સ્ટીલ અને સાઈ રામ સ્ટીલ તથા પ્રિટી સ્ટીલ કંપનીને સપાટામાં લીધી છે.

રાજ્યના 260થી વધુ અધિકારી-કર્મચારીઓ દ્વારા ઓપરેશન

દરોડા દરમિયાન મળેલી રોકડને ગણવા માટે આશરે 13 કલાક જેટલો સમય લાગ્યો હતો.આવકવેરા વિભાગે 1થી 8 ઓગષ્ટ દરમિયાન આ કાર્યવાહી કરી હતી.આઈટીની નાસિક બ્રાન્ચે આ ઓપરેશન પાર પાડ્યું છે.રાજ્યના 260 અધિકારીઓ અને કર્મચારીઓ આ કાર્યવાહીમાં સામેલ થયા હતા.આઈટી વિભાગના કર્મચારીઓ 5 ટીમમાં વહેંચાઈ ગયા હતા અને દરોડા માટે 120થી વધુ વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આવકવેરા વિભાગની ચતુરાઈ

આવકવેરા વિભાગની ટીમોએ તેમના વાહનો પર ‘દુલ્હન હમ લે જાયેંગે’ તેવા સ્ટીકર લગાવ્યા હતા.તેના કારણે લોકોને લાગ્યું હતું કે આ કોઈ લગ્ન પ્રસંગે જઈ રહેલી ગાડીઓ છે અને કોઈને આવકવેરાની ટીમો હોવાની શંકા નહોતી ગઈ.કાપડ અને સ્ટીલના વેપારીના ઘરેથી મળી આવેલી નોટોને જાલનાની સ્થાનિક સ્ટેટ બેંકની શાખામાં લઈ જવામાં આવી હતી અને તેની ગણતરી કરવામાં આવી હતી.સવારે 11:00 વાગ્યાથી રોકડની ગણતરી શરૂ થઈ હતી જે રાત્રે લગભગ 1:00 વાગ્યા સુધી ચાલી હતી.આઈટીની ટીમને ઘરમાં કંઈ નહોતું મળ્યું પરંતુ શહેરની બહાર ફાર્મહાઉસમાંથી રોકડ, સોનું અને હીરા સહિતના અનેક દસ્તાવેજ મળી આવ્યા હતા.

બંગાળ અને યુપીમાં કાર્યવાહી

અગાઉ ઈડીની કાર્યવાહીમાં પશ્ચિમ બંગાળના પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની ગણાતી અર્પિતા મુખર્જીના ખરેથી આશરે 50 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.તે સિવાય પણ અનેક સંપત્તિઓ ટાંચમાં લેવામાં આવી હતી.જ્યારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં પીયૂષ જૈનના ઘરેથી દરોડા દરમિયાન 197 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા અને કરોડો રૂપિયાનું મૂલ્ય ધરાવતી અન્ય સંપત્તિઓ પણ ટાંચમાં લેવામાં આવી હતી.

અમદાવાદ : ચિરિપાલ ગ્રુપ અને તેના સાથે સંકળાયેલા 40 જેટલા સ્થળોએ ITનો દરોડો
કોરોનાના ના કેસો નવી સપાટી ઉપર, અમદાવાદમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૮૩૯૧ નવા કેસ,છ દર્દીનાં મોત
અમિતાભનું નામ આગળ લાવવા બ્રહ્માસ્ત્રનું ટીઝર બદલાયું
સમર્થકોને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા માટે ટ્રમ્પે જ ઉશ્કેર્યા હતા : રિપોર્ટમાં ધડાકો
NBFCની લિક્વિડિટીની સમસ્યા કોરોના વાયરસને કારણે વધુ વકરશે : મૂડી’ઝ
Share This Article
Facebook Email Print
Previous Article હેબ્રોનમાં ઇઝરાયલી સૈનિકો સાથેની અથડામણ દરમિયાન પેલેસ્ટિનિયન કિશોરનું ગોળી વાગતા થયું મોત
Next Article મહા- ભ્રષ્ટાચારી IAS ઓફિસર કે.રાજેશને સ્પેશ્યલ PMLA કોર્ટે વધુ બે દિવસના રિમાન્ડ આપ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up