– પુરૂષ કર્મચારીને શર્ટ અને પેન્ટ અથવા ટ્રાઉઝર પેન્ટ પહેરવાની છૂટ: ઘાટ્ટા રગં અને વિચિત્ર પ્રિંટ અથવા ફોટા છપાયેલા કપડાં નહી પહેરી શકાય
મહારાષ્ટ્ર્ર સરકારએ પોતાના કર્મીઓ માટે નવો ડ્રેસ કોડ જાહેર કર્યેા છે,જેના હેઠળ ઓફિસમાં કર્મી ટી-શર્ટ અને જીન્સ પહેરી શકશો નહી.નવા આદેશ હેઠળ હવે રાય સરકારે તમામ કર્મચારેઓને ઓફિસમાં ચંપલ પહેરીને આવવાની પણ પરવાનગી આપી નથી.આઠ ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલા પરિપત્રના અનુસાર નવો આદેશ જાહેર કર્યેા છે.
સરકારી આદેશમાં એ પણ સલાહ આપવામાં આવી છે કે તમામ સરકારી કર્મચારીઓને ઓછામાં ઓછા શુક્રવારે ખાદીના કપડાં જર પહેરવા જોઇએ જેથી હાથ વડે કાંતવામાં આવતાં સુતરને પ્રોત્સાહન મળે.પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘણા અધિકારીકર્મચારી (ખાસ કરીને કોટ્રાન્ટ કર્મચારી અને સરકારી કામમાં લાગેલા સલાહકાર) સરકારી કર્મચારીઓ માટે ઉપયુકત પોશાક પહેરતા નથી.તેના લીધે સરકારી કર્મચારીઓની છબિ લોકો વચ્ચે ખરાબ થતી જાય છે.
સરકારી પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય જનતાને પણ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સારા વર્તન તથા વ્યકિતત્વની અપેક્ષા રહે છે.પરિપત્ર અનુસાર જો અધિકારીઓ તથા કર્મચારીઓનો પોશાક અયોગ્ય અને અસ્વચ્છ હશે તો તેની તેમના કામ પર પરોક્ષ રીતે અસર પડશે.
રાય સરકાર દ્રારા જાહેર કરવામાં આવેલા ‘કોડ ઓફ કંડકટ’માં એ પણ લખવામાં આવ્યું છે કે કર્મચાઅરીઓના ડ્રેસ ‘યોગ્ય તથા સ્વચ્છ’ હોવા જોઇએ. તેમાં કહેવામાં આવ્યું છે કે મહિલા કર્મી સાડી, સલવાર, ચુડીદાર, કુર્તેા, ટ્રાઉઝર પેન્ટ અને શર્ટ પહેરી શકે છે અને જો જરી છે તો દુપટ્ટો પણ નાખી શકે છે.
પરિપત્ર અનુસાર પુષ કર્મચારી, શર્ટ અને પેન્ટ અથવા ટ્રાઉઝર પેન્ટ પહેરી શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ‘ખાટ્ટા રગં અને વિચિત્ર પ્રિંટ અથવા ફોટા છપાયેલા કપડાં પહેરવા ન જોઇએ.આ સાથે જ કર્મચારીઓ અને કાર્યાલયોમાં જીન્સ અને ટી શર્ટ પહેરી શકશે નહી.
આ સરકારી નિર્દેશોના અંતમાં એ પણ લખવામાં આવ્યું છે કે મહિલા કર્મચારીઓને ચંપલ્લ,સેંડલ અથવા જૂતા પહેરવા જોઇએ.તો બીજી તરફ પુષ કર્મીઓને જૂતા અથવા સેન્ડલ પહેરીને ઓફિસ આવવું જોઇએ.