મુંબઈ, નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી : પૂજા ચવ્હાણ આત્મહત્યા કેસમાં મહારાષ્ટ્ર ના વન મંત્રી સંજય રાઠોડ નું નામ સંડોવાયા બાદ તેની મુશ્કેલીઓ સતત વધી રહી છે.રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર,મહાવીકાસ અઘાડી સરકારના સાથી છે, તેમણે સંજય રાઠોડ પ્રત્યે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે નારાજગી વ્યક્ત કરી છે.તેનાથી સંજય રાઠોડના રાજીનામાની શક્યતા વધી ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે, 7 ફેબ્રુઆરીએ ટિકટોક સ્ટાર પૂજા ચવ્હાણે પુણેમાં એક બિલ્ડિંગમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી.પૂજા ચવ્હાણ સાથે વનમંત્રી સંજય રાઠોડનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.આ કારણોસર વિપક્ષે વન મંત્રી સંજય રાઠોડ વિરુદ્ધ કેસ દાખલ કરીને તપાસની માંગ કરી છે.ત્યારબાદ, સતત 15 દિવસ સુધી સંજય રાઠોડ મીડિયા થી દુર રહ્યા હતા.
મંગળવારે સંજય રાઠોડ,વસીમ જિલ્લામાં આવેલા પોહરાદેવી મંદિરની મુલાકાતે ગયા હતા.આ પ્રસંગે ભારે ભીડ જોવા મળી હતી.વિપક્ષે પણ આ ભીડ સામે વાંધો ઉઠાવ્યો હતો.આ પછી,એનસીપી અધ્યક્ષ શરદ પવારે પણ, સંજય રાઠોડના આ કૃત્ય પર મુખ્ય પ્રધાન સામે નારાજગી વ્યક્ત કરી હતી.મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ,મંગળવારે રાત્રે જ વસીમ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક પાસેથી વિગતવાર અહેવાલ મોકલવાનો આદેશ જારી કર્યો હતો.
મુખ્યમંત્રીના આદેશ બાદ,વન મંત્રી સંજય રાઠોડ અને પોહરાદેવી મંદિર ટ્રસ્ટના અધિકારીઓ પૂછપરછના દબાવ હેઠળ આવી ગયા છે અને કોરોના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે ગુનો દાખલ કરી શકાય છે.શરદ પવારની નારાજગી બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે,વન મંત્રીનું રાજીનામું પણ માંગી શકે છે.બુધવારે વન મંત્રી સંજય રાઠોડ,યવતમાલથી નાગપુર જવા રવાના થયા હતા પરંતુ તેમણે પત્રકારોને કોઈ પ્રતિક્રિયા આપી નથી.


