[weather_data]
Breaking News
TRENDING NEWS

મહારાષ્ટ્ર : નવી સરકારના સાથીઓ વચ્ચે નિમ્ન કક્ષાની જીભાજોડી- શિંદે જૂથના પ્રવક્તાને ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ ડ્રાઈવરની નોકરી ઓફર કરી

[updated_date] [post_views]

Table of Content

ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ શિંદે જૂથના પ્રવક્તા અને રાજ્યના ભૂતપૂર્વ મંત્રી દીપક કેસરકરને ડ્રાઈવરની નોકરી ઓફર કરતાં સરકારના સાથી પક્ષોના નેતાઓ વચ્ચે ચાલતી વ્યક્તિગત સાઠમારી સપાટી પર આવી ગઈ છે.નિતેશ રાણે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર છે.બીજી તરફ સાવંતવાડીના ધારાસભ્ય દીપક કેસરકર સિંધુ દુર્ગ જિલ્લાના પાલક મંત્રી રહી ચૂક્યા છે.

કોકણના સ્થાનિક રાજકારણણાં રાણે તથા કેસરકર આમને સામને છે.જોકે, રાણે શિવસેનામાંથી કોંગ્રેસમાં થઈ ભાજપમાં આવ્યા છે.બીજી તરફ કેસરકર મૂળ શિવસેનાના છે પરંતુ હવે તેઓ શિંદે સાથે બળવાખોર જૂથમાં સામેલ થયા છે અને શિંદે જૂથના પ્રવક્તા તરીકે કામ કરી રહ્યા છે.શિંદે જૂથ અને ભાજપ બંને સરકારમાં સાથી પક્ષો છે.મંત્રીમંડળના વિસ્તરમાં શિંદે જૂથ તરફથી કેસરકર ફરી મંત્રી પણ બની શકે છે.તાજેતરમાં કેસરકરે એવું નિવેદન કર્યું હતું કે પોતાને રાણે સાથે કામ કરવામાં વાંધો નથી.તેમના આ નિવેદનની નિતેશ રાણેએ એમ કહીને ટીખળ ઉટાવી હતી કે અમારી પાસે ડ્રાઈવરની એક જગ્યા ખાલી છે. તમે ઈચ્છો તો અરજી કરી શકો છો.

આ અગાઉ, કેસરકરે એમ કહ્યું હતું કે ભાજપના કોઈ નેતાએ માતોશ્રીની ટીકા કરવી જોઈએ નહીં. બીજી તરફ નિતેશ રાણે સતત ઠાકરે પરિવારની અતિશય આકરી ટીકા કરી રહ્યા છે.નિતેશ રાણેએ કેસરકરને ેએવો ટોણો પણ માર્યો હતો કે અમે તમારી લાયકાત જાણીએ છીએ.તમે શિંદે ગૂ્રપના પ્રવક્તા ભલે રહો પરંતુ અમને દિશાનિર્દેશ આપવાની જરુર નથી.આ બંને નેતાઓ વચ્ચેના વિવાદને શાંત પાડવા માટે ખુદ મુખ્યપ્રધાન એકનાથ શિંદે તથા ભાજપના સિનિયર નેતાઓએ હસ્તક્ષેપ કરવો પડે તેવી હાલત છે.અન્યથા કોંકણના પટ્ટામાં સત્તાધારી યુતિ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles