મહારાષ્ટ્ર બોર્ડનું દસમા-બારમાનું પરિણામ સમયસર જ આવશે

HM News
1 Min Read

મુંબઈ : મહારાષ્ટ્ર બોર્ડનું બારમાનું પરિણામ જૂનના બીજા અઠવાડિયે એટલે કે ૧૦ જૂન સુધીમાં તો દસમાનું રીઝલ્ટ જૂનના ત્રીજા અઠવાડિયે એટલે કે ૨૦ જૂન સુધીમાં જાહેર કરવામાં આવશે, એવી માહિતી બોર્ડના અધિકારીઓ દ્વારા મળી છે.તેમણે વિદ્યાર્થી-વાલીઓને સૂચન પણ કર્યું છે કે બોર્ડની અધિકૃત માહિતી સિવાયની કોઈ વાત પણ વિશ્વાસ રાખવો નહીં.બોર્ડે આ વર્ષે પોતાના નિર્ણય પર ઠામ રહી દસમાની પરીક્ષા ૧૫ માર્ચથી ચોથી એપ્રિલ દરમ્યાન તો બારમાની પરીક્ષા ચોથી માર્ચથી સાતમી એપ્રિલ દરમ્યાન લીધી. જોકે પરીક્ષા લેવાઈ ગયા બાદઉત્તરવહી તપાસવા પર શિક્ષકોના બહિષ્કારને કારણે સોશિયલ મીડિયા તેમજ લોકોમાં પરીક્ષાનું પરિણામ સમયસર જાહેર થશે કે નહિ તે બાબત સતત ચર્ચાતી રહી છે.આથી બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, ઉત્તરપત્રિકાઓ તપાસવાનું અધિકાંશ કામ પૂરું થઈ ગયું છે.અમુક જ વિષયના પેપર તપાસવાના બાકી હોઈ તે કામ પણ અંતિમ તબક્કે છે.આથી બોર્ડનું પરિણામ સમયસર જ જાહેર થશે. રીઝલ્ટની અધિકૃત તારીખો જે-તે સમયે અધિકૃત માધ્યમો દ્વારા જાહેર કરવામાં આવશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *