– મંત્રી સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો અને આજે કોલ્હાપુરમાં કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા
મહારાષ્ટ્રના મંત્રી મુશરીફ સામે ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યા બાદ મહારાષ્ટ્ર ભાજપના નેતા કિરીટ સોમૈયા કોલ્હાપુરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા પરંતુ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.કિરીટ સોમૈયાએ એમ કહ્યું છે કે કોલ્હાપુર જિલ્લાના અધિકારીઓ દ્વારા જિલ્લામાં મારા પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો પરંતુ અમે અમારા સાથીઓ સાથે જઈ રહ્યા હતા.એમણે એવો આરોપ મૂક્યો છે કે મહારાષ્ટ્રના મંત્રી હસન મુશરીફના ભ્રષ્ટાચાર ને ઉજાગર કરવામાં આવ્યોછે અને તેનો ખાર રાખી ને સુરક્ષા સંબંધી ચિંતા નું બહાનું આપીને કોલાપુર માં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
ગઈકાલે રાત્રે કિરીટ સોમૈયા ને સતારા જિલ્લાના કરાડ રેલવે સ્ટેશન પરથી રોકી દેવામાં આવ્યા હતા અને તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.કોલ્હાપુર જિલ્લા કલેકટર દ્વારા ૧૪૪મી કલમ લાગુ કરી દેવાઇ હતી અને કિરીટ સોમૈયા ના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
કિરીટ સોમૈયાએ મહારાષ્ટ્રના ઉપરોક્ત બંને ની સામે જવાબ મૂક્યો છે કે એમણે ભયંકર ભ્રષ્ટાચાર આચર્યો છે અને પોતાના પરિવારજનોના નામે બેનામી સંપત્તિ રાખી છે.આ મુદ્દા પર ફરીવાર શિવસેના અને ભાજપ વચ્ચે ટકરાવ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.