By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય,આ વર્ષે સ્કૂલ ફીમાં વધારો નહીં થાય
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય,આ વર્ષે સ્કૂલ ફીમાં વધારો નહીં થાય
GeneralNational

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય,આ વર્ષે સ્કૂલ ફીમાં વધારો નહીં થાય

HM News
Last updated: 10/05/2020 9:47 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોનાના સંકટ વચ્ચે રાજ્યની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે સારા સમાચાર છે.રાજ્ય સરકારે ૨૦૨૦-૨૧ શૈક્ષણિક વર્ષમાં સ્કૂલોને ફીમાં વધારો ન કરવાનો આદેશ આપ્યો છે.સરકારના આ નિર્ણયથી આર્થિક મુશ્કેલીના સમયમાં લોકોને થોડી રાહત થશે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગઈ કાલે એક આદેશ જારી કરાયો હતો,જેમાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦માં જેમની ફી બાકી છે તેમને સ્કૂલ ફી ભરવા માટે દબાણ નહીં કરી શકે અને આગામી શૈક્ષણિક વર્ષમાં કોઈ સ્કૂલ ફીમાં વધારો નહીં કરી શકે.

શિક્ષણ વિભાગના ઑર્ડરમાં એમ પણ કહેવાયું છે કે આર્થિક મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સ્કૂલોએ આગામી શૈક્ષણિક વર્ષમાં વાલીઓને ફી ભરવા માટે મહિનો અને ત્રિમાસિકના વિકલ્પ આપવા પડશે.ઉપરાંત શિક્ષણ વિભાગે પેરેન્ટ્‌સ ટીચર અસોસિએશનની એક્ઝિક્યુટિવ કમિટીને લૉકડાઉનમાં સ્કૂલોમાં કોઈ પ્રવૃત્તિ ન થઈ શકી હોય તો તેનો રિવ્યુ લઈને ફી ઘટાડી શકાય એમ હોય એ જોવું.

સ્કૂલ એજ્યુકેશન સેક્રેટરી વંદના ક્રિષ્નાએ કહ્યું હતું કે ‘લૉકડાઉનના સમયમાં કેટલીક સ્કૂલો વાલીઓને ફી ભરવા માટે દબાણ કરી રહી હોવાની અમને ફરિયાદ મળી છે.સ્કૂલોએ લૉકડાઉનમાં પેરેન્ટ્‌સને ફી ભરવા માટે મજબૂર ન કરવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે બીજેપીના વિધાનસભ્ય આશિષ શેલારે થોડા સમય પહેલાં લૉકડાઉનની સ્થિતિમાં સ્કૂલોની ફીમાં વધારો ન કરવા બાબતે શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડને પત્ર લખ્યો હતો.તેમણે એ સમયે કહ્યું હતું કે અમે આ વિશે ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડીશું.

રાજ્યમાં 20 વર્ષ બાદ નવા મુખ્યમંત્રની શપથવિધિ કમૂહુર્તા પહેલા યોજાઇ, જાણો કેવો છે ઇતિહાસ
ઇડીએ ઝારખંડના આઇએએસ પૂજા સિંઘલ અને તેમના પતિ અભિષેક ઝાની ધરપરકડ કરી
મોટા નિર્ણયોની તૈયારી, PM મોદીના નિવાસસ્થાને મોડી રાત સુધી ચાલી મહત્વની બેઠક
કોરોનાને કારણે પારસી પરિવારે વર્ષો જૂની પરંપરા છોડી, સ્વજનના મૃતદેહને અગ્નિદાહ આપ્યો
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેએ શપથ લીધા, ફડણવીસ નાયબ મુખ્યમંત્રી પદથી માન્યા
Share This Article
Facebook Email Print
Previous Article સુરત સિવીલ હોસ્પિટલમાં 256 કોરોના પોઝીટીવમાંથી 25ની હાલત ગંભીર
Next Article સુરત: લોકડાઉનમાં લોકોની વ્હારે આવ્યા ધારાસભ્ય લલિત વસોયા : 21 બસોના ભાડા ચૂકવ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up