મુંબઈ : તા.18 જૂન 2022 શનિવાર : મહારાષ્ટ્રમાં વિધાન પરિષદ ચૂંટણી પહેલા શિવસેનાએ ગુરૂવારે પોતાના ધારાસભ્યોને પૂર્વોત્તર મુંબઈના પવઈમાં એક લગ્ઝરી હોટલમાં શિફ્ટ કરી દીધા છે.ગયા અઠવાડિયે થયેલી રાજ્યસભા ચૂંટણીમાં ભાજપ બાજી મારી ગયુ જેના કારણે શિવસેનાએ અગમચેતીના પગલા રૂપે આ નિર્ણય લીધો છે.ગુરૂવારે મોડી રાતે શિવસેનાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરે પણ હોટલ પહોંચી ગયા.
સત્તારૂઢ મહા વિકાસ અઘાડીનુ નેતૃત્વ કરનારી પાર્ટીએ પોતાના ધારાસભ્યોને ઉચ્ચ નેતાઓની સાથે બેઠક માટે બોલાવ્યા હતા.બેઠક બાદ શિવસેના નેતા અનિલ દેસાઈએ મીડિયાને કહ્યુ કે પાર્ટીના તમામ ધારાસભ્યોને રાજ્યના ઉચ્ચ સદન માટે 20 જૂને થનારી ચૂંટણી અને મતદાન પ્રક્રિયા દરમિયાનની સાવધાનીઓ વિશે સામાન્ય નિર્દેશ આપ્યા છે.તેમણે કહ્યુ,તમામ નિર્દળીય ધારાસભ્ય અને નાના દળ મહા વિકાસ અઘાડીનુ સમગ્ર રીતે સમર્થન કરી રહ્યા છે.
રાજ્યસભા ચૂંટણીની જેમ જ વિધાન પરિષદની ચૂંટણી થવાની આશા છે કેમ કે વિધાન પરિષદની 10 ખાલી બેઠક માટે 11 ઉમેદવાર મેદાનમાં છે.MLC ચૂંટણીની દોડમાં ભાજપના 5 ઉમેદવાર-પ્રસાદ બાલક, શ્રીકાંત ભારતીય,પ્રવીણ દરેકર,ઉમા ખાપરે,રામ શિંદે સામેલ છે.જ્યારે કોંગ્રેસ,શિવસેના અને રાકાંપાથી બે-બે ઉમેદવાર મેદાનમાં છે.શિવસેનામાંથી સચિન અહિર અને નંદૂરબારના શિવસેના જિલ્લા પ્રમુખ આમશા પાડવી નામાંકન દાખલ કરાવી ચૂક્યા છે.એનસીપીમાંથી રામરાજે નાઈક નિંબાલકર અને એકનાથ ખડસે નામાંકન દાખલ કરાવી ચૂક્યા છે.


