નવી દિલ્હી,તા.21 ડિસેમ્બર 2022,મંગળવાર : પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતનાં રાજ મંદિરમાં મહાશિવરાત્રી ઉજવવા માટે ભારતથી લગભગ 89 હિંદુ તીર્થયાત્રી મંગળવારે ત્યાં પહોંચ્યા.પાકિસ્તાનમાં અલ્પ સંખ્યાઓના પવિત્ર સ્થળોની દેખભાળ કરનારા ઇટીપીબીનાં પ્રવક્તા આમિર હાશમીએ જણાવ્યું કે, 89 હિંદુ તીર્થયાત્રી મંગળવારે વાઘા બોર્ડરનાં રસ્તે ભારતથી અહીં આવ્યા.ઇવેક્ચુઇ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડના વરિષ્ઠ અધિકારી રાણા શાહિદ અને ફરાઝ અબ્બાસે બોર્ડર પર તેમનું સ્વાગત કર્યું.
સુરક્ષાનો બંદોબસ્ત
હાશમીએ કહેયું કે લાહોરથી લગભગ 300 કિલોમીટર દૂર ચકવાલ જવાના પહેલા હિંદુ તીર્થ યાત્રી કટાસ રાજમાં પોતાના ધાર્મિક ઉત્સવમાં જોડાવા માટે,એક દિવસ લાહોરમાં રહેશે.તેમણે જણાવ્યું કે મુખ્ય કાર્યક્રમ શિવરાત્રી અહીં ગુરુવારે આયોજિત કરવામાં આવશે.તેમણે આ બધા યાત્રીઓ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે.આ મંદિર માટે લોકોને ઘણી શ્રધ્ધા છે.મંદિર પરિસર કટાસ નામનાં એક સરોવરથી ગેરાયેલું છે.જેને હિંદુઓ પવિત્ર માને છે.આ પરિસર પાકિસ્તાનનાં પંજાબપ્રાંતમાં પોટોહર પઠાર ક્ષેત્રમાં સ્થિત છે.