મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રૂપની એક સહાયક કંપની લોનનું રિપેમેન્ટ કરવામાં ડિફોલ્ટ થઇછે.મહિન્દ્રા ગ્રૂપે આજે મંગળવારે કહ્યુકે,તેની ખોટમાં ચાલી રહેલીકોરિયન સબસિડિયરી કંપની સાંગયોંગ મોટર કંપની જેપી મોર્ગનને 60 અબજ વૌન (લગભગ 408 કરોડ રૂપિયા)ની લોનની પરત ચૂકવણીમાં ડિફોલ્ટ થઇ છે.મહિન્દ્રા ગ્રૂપે સ્ટોક એક્સચેન્જને જણાવ્યુ કે, સાંગયોંગ મોટર કંપની ઉપર કુલ 100 અબજ કોરિયન વોનનું ઋણબોજ છે જ્યારે 10 અબજ વોન બીએનપી પારીબાસને અને 30 અબજ વોન બેન્ક ઓફ અમેરિકાને ચૂકવવાના છે.
મહિન્દ્ર ગ્રૂપ દ્વારા તેના નિવેદન કહેવામાં આવ્યું છે કે, “કંપનીએ બેંકો દ્વારા અપાયેલા ઉપરોક્ત ધિરાણને આવરી લેવાની કટિબદ્ધતા દર્શાવી છે, તેની અંતિમ જવાબદારી સાંગયોંગ મોટર કંપનીમાંથી વસૂલ ન કરવામાં આવેલી મર્યાદા સુધી સિમિત રહેશે.”
કંપનીએ વધુમાં ઉમેર્યું હતું કે, કંપની દ્વારા બેંકોને બાકી લેણાં ચૂકવવા પર, કંપનીને સાંગયોંગ મોટર કંપની સામે બેંકોને તમામ હકોમાંથી વંચિત કરાશે અને તે ‘લેણદાર તરીકે બેંકોના જૂથામાં પ્રવેશ કરશે, અને તે બધાને હકદાર રહેશે.
મહિન્દ્રા ગ્રૂપ આ મુશ્કેલીગ્રસ્ત પેટાકંપની માટે ભાગીદારની શોધમાં છે.મુંબઇ હેડક્વાર્ટર ધરાવતી કંપનીએ ખોટ કરતી પેટા કંપનીઓ અને નોન-કોર બિઝનેસમાંથી બહાર નીકળવાની વ્યૂહરચના ઘડી છે કારણ કે તેનો હેતુ તેના શેરધારકો માટે ઇક્વિટી પરના વળતરને મજબૂત બનાવવાનો છે.સાંગયોંગ મોટર કંપની, જે હરીફ કોરિયન કંપનીઓ તરફથી સ્પર્ધા દરમિયાન સંઘર્ષ કરી રહી હતી,કોવિડ -19 પછી સ્થિતિ વધુ લથડી.


