- શિવ સેના નેતા પ્રિયંકા ચર્તુવેદીએ સોમવારે મહિલાઓના લગ્નની કાયદાકીય ઉંમર ૧૮થી વધારી ૨૧ વર્ષ કરવાના બિલ અંગે રચાયેલ સંસદીય સમિતિમાં ફક્ત એક જ મહિલા સાંસદને સામેલ કરવા સામે વિરોધ નોંધાવ્યો છે.
મહારાષ્ટ્રના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકેયા નાયડુને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે આ નિરાશાજનક વાત છે કે મહિલાઓ અને ભારતીય સમાજ સાથે સંકળાયેલા એક બિલ પર વિચાર કરવા માટે રચાયેલી સમિતિમાં મહિલાઓનું પ્રતિનિધિત્ત્વ ખૂબ જ ઓછું છે. ડીએમકે નેતા અને લોકસભા સાંસદ કાનિમોઝીએ પણ પેનલમાં મહિલાઓના અપર્યાપ્ત પ્રતિનિધિત્ત્વ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.તેમણે ટ્વિટર પર લખ્યું છે કે કુલ ૧૧૦ મહિલા સાંસદો છે આમ છતાં દેશની દરેક યુવાન મહિલાને અસર કરતા બિલ પર વિચાર કરવા માટે જે સમિતિ બનાવી છે તેમાં ૩૦ પુરુષ અને ફક્ત એક જ મહિલા છે.પુરુષ મહિલાઓના અધિકારોના નિર્ણયો લેવાનું ચાલુ રાખશે જ્યારે મહિલાઓ મૂકદર્શક બનાવી રહ્યું છે.
શિક્ષણ,મહિલા,બાળકો,યુવા અને ખેલ વિભાગથી સંબધિત સંસદીય સ્થાયી સમિતિમાં મહિલાઓની ઓછી સંખ્યા વ્યક્ત કરતા પ્રિયંકા ચર્તુવેદીએ વેંકૈયા નાયડુએ પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ(એમેન્ડમેન્ટ) બિલની ચર્ચામાં મહિલાઓની વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.
આ બિલ અંગે રચાયેલી સંસદીય સમિતિમાં ફક્ત એક જ મહિલા સાંસદને સામેલ કરવામાં આવ્યા છે અને આ મહિલા સાંસદ પશ્ચિમ બંગાળના રાજ્યસભા સાંસદ છે.પ્રિયંકા ચતુર્વેદીએ નાયડુને લખેલા પોતાના પત્રમાં જણાવ્યું છે કે ભારતની મહિલાઓ સાથે સંકળાયેલા મુદ્દાઓ સાથે સંબધિત બિલ પરની ચર્ચામાં વધુ મહિલાઓને સામેલ થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.

