મંડી: સમાજમાં અનૈતિક સંબંધોની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.આજે આવી જ એક અનૈતિક સંબદની ઘટના હિમાચલ પ્રદેશથી સામે આવી છે.જેમાં એક પરિણીત મહિલા મિત્રને મળવા પોલીસ જવાન તેના ઘરે પહોંચી ગયો હતો,મહિલાનો પતિ અચાનક આવી જતા પોલીસ જવાને બારીમાંથી કૂદી બચવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગંભીર રીતે ઘાયલ થતા પહોંચી ગયો હોસ્પિટલ.
હિમાચલ પ્રદેશ મંડી જિલ્લામાં પોલીસ બેડાને શરમમાં મુકે તેવી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાને મળવા તેના ઘરે પહોંચેલા પોલીસ જવાને પકડાઈ જવાની બીકે જીવની પરવાહ કર્યા વગર છલાંગ લગાવી દીધી હતી.હાલમાં ઈજાગ્રસ્ત હેડકોન્સ્ટેબલેન આઈજીએમસી શિમલા રેફર કરવામાં આવ્યો છે.આ બાજુ એસપી મંડીએ આરોપી પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો છે,અને જવાન વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.શું છે પુરો મામલો મંડીના કરસોગાની આ ઘટના છે. એક હેડકોન્સ્ટેબલ મહિલાને મળવા તેના ઘરે પહોંચી ગયો હતો.આ દરમિયાન સ્વજનોએ તેને જોઈ લીધો.અફરા-તફરીમાં પોલીસ જવાને ડરીને બારીમાંથી છલાંગ લગાવી દીધી અને નીચે પડવાથી તેના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.પોલીસ જવાનને ગંભીર હાલતમાં આઈજીએમસી શિમલા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.