કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નેપાળના એક અંગત પ્રવાસે ગયા છે.માનવામાં આવે છે કે, તેઓ તેમની એક નેપાળી ફ્રેન્ડ સુમનિમા ઉદાસના લગ્નમાં સામેલ થવા કાઠમંડુ પહોંચ્યા છે.આ દરમિયાન નેપાળ પ્રવાસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.વીડિયોમાં રાહુલ ગાંધી એક નાઈટ ક્લબમાં જોવા મળે છે.આ નાઈટ ક્લબ Lord of the Drinks છે.જોકે રાહુલ જે મહિલા મિત્રના લગ્નમાં કાઠમંડુ પહોંચ્યા છે તે સુમનિમા ઉદાસે એક સમયે નેપાળના વિવાદિત નક્શાના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, આ ઘણાં દશકા પહેલાં થઈ જવાની જરૂર હતી.
કાઠમંડુ પોસ્ટના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી સોમવારે સવારે કાઠમંડુ એરપોર્ટ પહોંચ્યા પછી તેમના ત્રણ મિત્રોની સાથે મેરિયોટ હોટલમાં રોકાયા છે.તેઓ અહીં તેમની નેપાળી ફ્રેન્ડ સુમનિમા ઉદાસના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા છે.આ વિશે સુમિનામાના પિતા અને મ્યાનમારમાં નેપાળના રાજદૂત રહેલા ભીમ ઉદાસે કહ્યું છે કે, અમે રાહુલ ગાંધીને મારી દિકરીના લગ્નમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું.સુમોનિમાના મંગળવારે લગ્ન થવાના છે અને 5 મેના રોજ રિસેપ્શન રાખવામાં આવ્યું છે.સુમનિમાના લગ્ન નીમા માર્ટીન શેરપા સાથે થવાના છે.રિપોર્ટ પ્રમાણે ઘણી ભારતીય સેલિબ્રીટીઓ સુમનિમાના લગ્નમાં સામેલ થવા પહોંચ્યા છે.
કોણ છે સુમનિમા ઉદાસ?
સુમનિમા ઉદાસે અમેરિકાની Lee યુનિવર્સિટીમાંથી જર્નાલિઝમ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે.તે સીએનએન ઈન્ટરનેશનલમાં રિપોર્ટર-એન્કર તરીકે પણ કામ કરી ચૂકી છે.તેણે રાજકિય,આર્થિ-સામાજિક,પર્યાવરણ અને ઘણાં મુદ્દાઓ પણ રિપોર્ટિંગ કર્યું છે.દિલ્હી ગેંગરેપ કેસમાં પણ સુમોનિમાએ રિપોર્ટિંગ કર્યું હતું.
સુમનિમાએ જર્નાલિઝમ ક્ષેત્રે કામ કરીને ઘણાં અવોર્ડ પણ જીત્યા છે.તેણે 2014માં જર્નાલિસ્ટ ઓફ ધી યરનો અવોર્ડ પણ મેળવ્યો છે.આ સિવાય સુમનિમાને સીને ગોલ્ડન ઈગલ અવોર્ડથી પણ નવાઝવામાં આવી છે.હાલ સુમનિમા લુંબિની મ્યુઝિયમ ઈનીશેટિવની ફાઉન્ડર અને એક્ઝુક્યુટિવ ડિરેક્ટર છે.