મુંબઈ : સોલાપુર જિલ્લાના ભાજપના જિલ્લા પ્રમુખ શ્રીકાંત દેશમુખનો એક મહિલા સાથેનો વીડિયો વાયરલ થયા બાદ પાર્ટીએ દેશમુખની હકાલપટ્ટી કરી હતી.દેશમુખનો જે વીડિયો બહાર આવ્યો છે તેમાં મહિલાએ દેશમુખ પર જાતીય શોષણ સહિતના ઘણા ગંભીર આરોપ કર્યા છે.મહિલા આગળ એવું પણ કહે છે કે’તું વિધાનસભ્ય કઈ રીતે બને છે એ જોઉં છું,ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને જઈને બધું કહી દઈશ.’દેશમુખનો મહિલા સાથેનો આ વીડિયો વાયરલ થયા બાદ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
દેશમુખનો આ વીડિયો બહાર આવ્યા પહેલાં ગયા અઠવાડિયે જ દેશમુખે મહિલા સામે હનીટ્રેપી ફરિયાદ ઓશિવરા પોલીસ સ્ટેશનમા આપતાં ં ખંડણીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.ગત સાતમી જુલાઈના દેશમુખે ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી એવો આરોપ કર્યો હતો કે મહિલાએ તેના પાસેથી ૧.૭૮ લાખની ખંડણી વસૂલી છે.જે તેણે મહિલાના બેન્ક એકાઉન્ટમાં ઈ-વોલેટથી ડિપોઝીટ કરી છે.
આ ઉપરાંત આ મહિલાએ બે લાખ રૃપિયા રોકડા પણ લીધા છે.આ ઉપરાંત આ મહિલા કથિતરૃપે રૃપિયા બે કરોડ અને મુંબઈમાં એક ફલેટની માગણી પણ કરી રહી છે.ત્યારબાદ મહિલાએ પોતાને અને દેશમુખને એક રૃમમાં બંધ કરી નુકસાન પહોંચાડવાની પણ ધમકી આપી હોવાનો આરોપ દેશમુખે કર્યો હતો.દેશમુખના આરોપ બાદ મહિલા સામે આઈપીસીની કલમ ૩૮૪(ખંડણી) ૩૪૧(ગેરકાયદે ગોંધી રાખવા)૫૦૪(ઈરાદાપૂર્વક અપમાન) હેઠળ ગુનો નોંધ્યો હતો.આ કેસમાં મહિલાની ધરપકડ કરવામાં આવી નહોતી.તેમજ મહિલાએ સામે કોઈ ક્રોસ કમ્પ્લેન્ટ પણ કરી નહોતી.આ વીડિયો સામે આવતા જ ભાજપના મહારાષ્ટ્રના ઉપપ્રમુખ ચીત્રા વાઘે એક ટ્વીટ કરી આ મહિલાને પોલીસનો સંપર્ક કરવા જણાવ્યો હતો.