ગુનેગારો ગુન્હો કરી ભાગી જવામાં સફળ થઈ ગયા બાદ ઘણીવખત પોલીસને તેમને શોધવામાં ભારે જહેમત ઉઠાવવી પડતી હોય છે,ત્યારે દિલ્હી પોલીસના એક મહિલા ASI એ એક આરોપીને પકડવા એવો રસ્તો અપનાવ્યો કે ચારેકોર તેમની વાહવાહી થઈ રહી છે.
24 વર્ષના એક શખ્સે એક સગીરાનો રેપ કરી તેને ગર્ભવતી બનાવી હતી.એ બાદ તે નાસી ગયો હતો અને પોલીસની પકડમાં આવી રહ્યો ન હતો.જેથી દિલ્હી પોલીસના લેડી ASI એ આ આરોપીને પકડવા ફેસબુકનો સહારો લીધી હતો.તેમણે આ શખ્સને ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી.બાદમાં તેને મળવા બોલાવી અને દબોચી લીધો હતો. આ આરોપીએ અન્ય ઘણી યુવતીઓ સાથે પણ દુષ્કર્મ કર્યા હોવાનું કબુલ્યુ હતું.
16 વર્ષની સગીરાનો કર્યો હતો રેપ
એક 16 વર્ષની સગીર વયની યુવતીનું ગર્ભપાત કરાવવા માટે અને પરિવારજનો હોસ્પિટલ લઈને ગયા હતા. જ્યારે ડોક્ટરને જાણ થઈ કે સગીર યુવતી ગર્ભવતી છે અને એના પરિવારજનો તેનુ ગર્ભપાત કરાવવા માગે છે તો ડોક્ટરે આ આખી વિગત દિલ્હી પોલીસને જણાવી દીધી. દિલ્હી પોલીસે પરિવારજનો સાથે વાત કરી પણ પરિવારજનો બદનામીના ડરથી આ મામલે કોઈ પણ ફરિયાદ કરવા ઈચ્છતા નહોતા.
પોલીસ પાસે આરોપી વિરુદ્ધ કોઈ પૂરાવા નહોતા
દિલ્હી પોલીસના અધિકારીઓ દ્વારા સગીરાના પરિવારજનોને સમજાવવામાં આવ્યા હતા,જે બાદ તેના પરિવારજનો ફરિયાદ કરવા રાજી થયા અને આરોપી આકાશ ઉર્ફે રાહુલ નામના યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી.ફરિયાદ દાખલ થતાં જ પોલીસે આરોપીની શોધખોળ શરુ કરી દીધી.પરંતુ અહીં મુશ્કેલી એ હતી કે પોલીસ પાસે આ આરોપી યુવકનો કોઈ ફોટો નહોતો તેમજ તે ક્યાં રહેતો હતો તેની જાણકારી પણ નહોતી.
પ્રિયંકાને મળી આ કેસના તપાસની જવાબદારી
દિલ્હી પોલીસે તેમની એક મહિલા ASI પ્રિયંકાને આ કેસની તપાસ કરવામાં લગાવ્યા.મહિલા ASI એ આ આરોપીને શોધવા માટે અલગ કીમિયો અજમાવ્યો. તેમણે આરોપીને સોશિયલ મીડિયા પર શોધવાનું શરુ કર્યું.તેમણે પ્રિયંકા નામથી એક ફેસબુક આઈડી બનાવી.તેમણે આકાશ નામના દિલ્હીમાં રહેનારા અનેક લોકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી.જેમાં એ આરોપી પણ સામેલ હતો.પ્રિયંકાએ અનેક યુવકો સાથે વાત કરવાની કોશિશ કરી પરંતુ તેમને ત્યાંથી ખાસ રિસ્પોન્સ મળ્યો નહી. પરંતુ આરોપી સાથે જ્યારે વાત કરી તો તે એ એમની સાથે વાત કરવા લાગ્યો.
ફેસબુક પર આરોપી સાથે કરી મિત્રતા
ફેસબુક આ પર આરોપી સાથે મિત્રતા કર્યા બાદ તેની સાથે વાતચીત શરુ કરી.વાતચીત દરમિયાન તેમણે એકબીજા સાથે નંબર શેર કર્યા.આરોપીનો વિશ્વાસ જીતી લીધા બાદ મહિલા ASI એ તેને મળવા બોલાવ્યો.આરોપીએ તેમને દશરથપુરી મેટ્રો સ્ટેશન પર મળવા બોલાવ્યા.જ્યાં તેઓ ખાનગી ડ્રેસમાં પહોંચ્યા અને તેમના સાથે તેમની ટીમ પણ ખાનગી ડ્રેસમાં ત્યાં પહોંચી ગઈ હતી.આ આરોપી જેવો મળવા પહોંચ્યો કે દિલ્હી પોલીસને ટીમે તેને દબોચી લીધો.
આરોપીએ અનેક યુવતીઓનું કરી ચૂક્યો છે યૌનશોષણ
આરોપીની પૂછપરછ દરમિયાન એણે જણાવ્યુ કે, તે દ્વારકામાં એક બંગડીઓની દુકાનમાં કામ કરે છે.તે છેલ્લા દોઢ વર્ષમાં અનેક યુવતીઓ સાથે આવુ કરી ચૂક્યો છે.હાલ આ આરોપી જેલમાં છે.પરંતુ મહિલા ASI પ્રિયંકાની હિંમતના સૌ કોઈ વખાણ કરી રહ્યાં છે.

