By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મહિસાગરમાં ચીક્કાર દારૂ પીને કાર હંકારતા TDOએ વડોદરાના વકીલની ગાડીને અડફેટે લીધી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > મહિસાગરમાં ચીક્કાર દારૂ પીને કાર હંકારતા TDOએ વડોદરાના વકીલની ગાડીને અડફેટે લીધી
GeneralVadodara

મહિસાગરમાં ચીક્કાર દારૂ પીને કાર હંકારતા TDOએ વડોદરાના વકીલની ગાડીને અડફેટે લીધી

HM News
Last updated: 25/05/2023 9:29 AM
HM News
2 years ago
Share
Pic : FB
SHARE

વડોદરાના વકીલનો પરિવાર પોતાની કારમાં રાજસ્થાનનો પ્રવાસ કરી પરત ફરી રહ્યા હતા.ત્યારે મહીસાગર જિલ્લા બાબલીયા ચોકડી પાસે પાછળથી પુરઝડપે આવતી ઇનોવાએ અકસ્માત સર્જતા પરિવારના લોકો ઇજાગ્રસ્ત થયા હતા.તેમજ કારને નુકસાન થયું હતું.પુરઝડપે કાર હંકારનાર નશામાં ધૂત વાહન ચાલકે પોતે ટીડીઓ હોવાનો રૂઆબ બતાવી ફરીયાદી અને પરિવારને ધમકાવ્યો હતો.જોકે નશામાં ઊભા રહેવાનો હોશ ગુમાવી ચૂકેલા આ સરકારી બાબુ વિરૂદ્ધ ફરીયાદીએ ફરિયાદ નોંધાવતા બાકોર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

TDO દારૂ પીને કાર હંકારતા અકસ્માત સર્જ્યો

નશામાં ધૂત સરકારી કર્મચારી આરોપી ભુપેન્દ્રભાઇ ધુળાભાઇ સોલંકી બનાસકાંઠાના પાલનપુરમાં IITની સામે રહેતા હોવાની વિગતો મળી રહી છે.જે પોતાની ઈનોવા ગાડીને બેફીકરાઇ અને ગફલતભરી રીતે પુરઝડપે હંકારી રહ્યા હતા.પોતે સરકારી કર્મચારી હોવા છતા દારૂ પીને વાહન ચલાવીને અકસ્માત સર્જ્યો હતો.

વડોદરાના વકીલની કારને 2 લાખનું નુકસાન

જેમાં વડોદરા ડિસ્ટ્રીકટ કોર્ટ ખાતે વકીલાતનો વ્યવસાય કરતા નેહલભાઈ દવેની MG હેકટર ગાડીને પાછળથી અથડાવી અકસ્માત સર્જ્યો હતો.જેમાં ફરિયાદી વકીલ તથા તેમના પરિવારના અન્ય સભ્યોને કમરના ભાગે મુઢ માર વાગતા ઇજા પહોંચી હતી. સાથે જ કારને પણ અંદાજે 2 લાખનું નુકસાન પહોંચ્યું હતું.અકસ્માત સર્જીને TDO હોવાનો રૂઆબ બતાવનારા અધિકારી સામે આખરે તેમણે બાકોર પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

ખેડામાં પતિ કરતો પત્ની પર શંકા, તો પત્નીએ દંડા વડે પતાવીને બોડી દફનાવી દીધી
મુંબઇના ટ્રેડમ કંપનીના રોકાણની લાલચ આપી અડાજણના આધેડ પાસે રૂ. 80.35 લાખ પડાવ્યા
જમ્મુ-કાશ્મીરને પાક. સાથે અફઘાન આતંકીઓથી પણ જોખમનો ઘટસ્ફોટ
રશિયા-યુક્રેન વચ્ચે તનાવઃ અમેરિકાએ યુરોપમાં તૈનાત કરી રાખ્યા છે 100 પરમાણુ બોમ્બ
અધ્યાદેશ અંગે આખરે કોંગ્રેસે ‘આપ’ને સમર્થન આપ્યું : આપ ગદ્ ગદ્
Share This Article
Facebook Email Print
Previous Article યોગીરાજમાં માફિયારાજ સાફ, ધડાધડ થયા એન્કાઉન્ટર, આંકડો જાણીને આપ ચોંકી જશો
Next Article સુરત મેયર હેમાલી બોઘાવાળાએ ખાડી સફાઈના સ્થળની લીધી મુલાકાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up